Rashibhavishya/ આજે આ રાશિના જાતકો કૅન્ડલ લાઈટમાં ભોજન કરશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) તા. ૨૮-૦૪-૨૦૨૬, મંગળવારનું પંચાંગ: વૈશાખ સુદ બારસ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 28 એપ્રિલ 2026, મંગળવાર, પંચાંગ, ચોઘડિયા
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા. ૨૮-૦૪-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ સુદ બારસ તિથિ છે, જે સાંજે ૦૬:૫૧  સુધી રહેશે. આજની રાશિ કન્યા (પ, ઠ, ણ ) છે અને નક્ષત્ર ઉત્તરફાલ્ગુની રાત્રે ૧૦:૩૭ સુધી માન્ય છે. આજનો યોગ વ્યાઘાત છે, જે રાત્રે ૦૯:૦૧ સુધી રહેશે અને બવ કરણ સવારે ૦૬:૩૧ સુધી છે. આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.
સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે.
આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૦ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૫ વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે ૦૪:૧૮ વાગ્યે અને ચંદ્રાસ્ત વહેલી પરોઢે ૦૪:૨૫ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૨ થી બપોરે ૦૧:૦૫ સુધી વિદ્યમાન રહેશે, જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૫૧ થી ૦૫.૨૮ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો આજે પ્રદોષ છે.
તારીખ   :- ૨૮-૦૪-૨૦૨૬, મંગળવાર / વૈશાખ સુદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૦ થી ૧૨:૩૭
અમૃત ૧૨:૩૭થી ૦૨:૧૪
શુભ ૦૩:૫૦ થી ૦૫:૨૮
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૮ થી ૦૯:૫૧
શુભ ૧૧:૧૪ થી ૧૨:૩૬

રાશિભવિષ્ય (Rashibhavishya 28 એપ્રિલ 2026, મંગળવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
યોગ્ય આરમ કરવો.
ઘરના વડીલ સાથે સમય પસાર કરો.
તણાવ તમારા ઉપર હાવી ના થવા દો.
સમય સારો જાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૬
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
લગ્નજીવન સારું રહે.
કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજણ ઉભી થાય.
કર્મચારીઓ પર ધ્યાન આપવું.
ફોનમાં સારી વાતચીત થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૨
મિથુન (ક, છ, ઘ) :-
હતાશા મોઢા પર ન લાવા દો.
શારીરિક થાક લાગે.
વેપારમાં મોટો ઈશ્યુ બની શકે.
પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯
કર્ક (ડ , હ) :- 
નવા સોદા પાર પડે.
કર્મ ઉપર વિશ્વાસ રાખવો.
લાભના માર્ગ મળી શકે.
નાણાનો નવો સ્ત્રોત વહે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
સમયનો સદઉપયોગ થાય.
સ્વાસ્થ્ય નરમ રહેશે.
પોતાના કામમાં ધ્યાન આપો.
નોકરીમાં ભૂલો અવરોધરૂપ બને.
શુભ કલર – કથ્થાઈ
શુભ નંબર – ૬
કન્યા (પ , ઠ, ણ) :-
સમસ્યા ઉકેલનું મનન કે ચિંતન કરો.
પારિવારિક જીવન મધુર રહે.
ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો.
કૅન્ડલ લાઈટમાં ભોજન કરશો.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૭
તુલા (ર , ત) :- 
પોતાનું કૌવત દેખાડવાની તક મળશે.
તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેમ કામ કરે.
વધારે તણાવ લેશો નહીં.
પારિવારિક સભ્યોનો સહયોગ રહેશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૨
વૃશ્વિક (ન, ય) :- 
તમારી વસ્તુ ચોરાઈ શકે.
ધનને ખોટી રીતે વેડફો નહીં.
તમારો પોઝિટિવ પ્રભાવ પડે.
કામ અધૂરા રહી શકે છે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
પ્રમોશનની નવી તક મળે.
ઘરની દેખરેખને લગતા કાર્યો થશે.
અનિદ્રાની સમસ્યા રહે.
અનુભવથી શીખવા મળે.
શુભ કલર –સોનેરી
શુભ નંબર – ૮
મકર (ખ, જ) :- 
ધન ખૂબ સાચવવું.
મહત્ત્વપૂર્ણ ડીલ થઇ શકે.
કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
પૈસાનું રોકાણ કરી શકો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૭
કુંભ (ગ, શ, સ, ષ) :- 
તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો.
ખોટો ભય ન રાખવો.
નકારાત્મક વિચારો આવે.
સાંજે મહેમાનો આવશે.
શુભ કલર –રાતો
શુભ નંબર – ૫
મીન (દ, ચ, ઝ, થ) :- 
પરિવારને પૂરતો સમય આપી શકશો.
અજાણી વ્યક્તિથી ધનલાભ થાય.
કાર્યક્ષમતા ઉપર સકારાત્મક અસર પડશે.
મનને શાંતિ જણાય.
શુભ કલર –આસમાની
શુભ નંબર – ૧