Not Set/ બેંગલુરુ/ મહિલા બસ કંડક્ટર પર અજાણ્યા શખ્સોએ એસિડથી કર્યો હુમલો

બેંગલુરુથી એક ખૂબ જ શરમજનક સમાચાર સામે આવી રહ્યા છે, અહીં એક મહિલા પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ મહિલા બસ કંડકટર છે અને ગુરુવારે 2 અજાણ્યા બદમાશો દ્વારા એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ સામે બાગલાગુંટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં યુપીનાં […]

Top Stories India

બેંગલુરુથી એક ખૂબ જ શરમજનક સમાચાર સામે આવી રહ્યા છે, અહીં એક મહિલા પર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ મહિલા બસ કંડકટર છે અને ગુરુવારે 2 અજાણ્યા બદમાશો દ્વારા એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ બનાવ સામે બાગલાગુંટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં યુપીનાં મુઝફ્ફરનગર જિલ્લામાં એક દુષ્કર્મ પીડિતા પર એસિડ વડે 4 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો, જેમાં પીડિતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતાની ઉંમર આશરે 30 વર્ષ છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મામલો એ હતો કે દુષ્કર્મ પીડિતા પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ જ્યારે પીડિતાએ આમ ન કર્યું ત્યારે તેના પર એસિડથી હુમલો કરવામાં આવ્યો.

2013 માં સુપ્રીમ કોર્ટે તેને ગંભીર ગુનો ગણાવીને સરકારે, એસિડ વેચનારા દુકાનદારો અને એસિડ એટેક પીડિતો માટે સૂચનો અને માર્ગદર્શિકા જારી કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી સૂચના મુજબ એસિડ ફક્ત તે જ દુકાનમાં વેચી શકાશે જેની નોંધણી કરાઈ છે. પરંતુ કોર્ટનાં આદેશ બાદ પણ બજારમાં અને દુકાનોમાં એસિડ ખુલ્લેઆમ વેચાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.