એક સમયે દેશની સૌથી મોટી પાર્ટી કહેવાતી કોંગ્રેસ હવે પોતાની બાકી રહેલી ઈમેજને ખરાબ થતી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટી સતત તે બાબતોને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને તેમની સક્રિયતા રાજકારણમાં નોંધાય, પરંતુ કોંગ્રેસ પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ મોદી સરકારના પ્રશંસક બની રહ્યા છે, જે પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ મોદી સરકારના જોરદાર વખાણ કર્યા છે.
આ પણ વાંચો : જાણો, દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધ્યા કોરોના કેસ, ચોંકાવી દે તેવો છે આંક
કર્ણાટકના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા પ્રમોદ માધવરાજે પેજાવર મઠના વડા રહેલ વિશ્વેશ તીર્થ સ્વામીજીને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ નિર્ધારિક કરવાનો ‘ટ્રેન્ડ’ બની જશે.

શુક્રવારે ઉડુપીમાં એક કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના નેતા પ્રમોદ માધવરાજે જણાવ્યું હતું કે, “પહેલાં એવો ટ્રેન્ડ હતો કે જેઓ એવોર્ડ માટે અરજી કરે છે તેમને જ એવોર્ડ આપવામાં આવશે, પરંતુ મોદી સરકાર આવ્યા બાદ આ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. જો કોઈ સારું કામ કરે છે, તો આપણે તેની પ્રશંસા કરવી જોઈએ.”
આ પણ વાંચો :દિલ્હીમાં હવાનું પ્રદુષણ રેકોર્ડ સ્તરે, CPCB એ લોકોને કામ વગર બહાર ન નીકળવા આપી સલાહ
પ્રમોદ માધવરાજે વધુમાં કહ્યું કે, “હું બીજી પાર્ટીનો છું છતાં હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યો છું”. અત્રે જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે વિશ્વેશ તીર્થ સ્વામીજીને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજ્યા છે. તેમનો એવોર્ડ વિશ્વપ્રસન્ન તીર્થરુ દ્વારા પ્રાપ્ત થયો હતો.
સોમવારે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારનું રાષ્ટ્રપતિ ભવનમાં વિતરણ કરવામાં આવ્યું હતું. પદ્મ પુરસ્કાર આપવાનો આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા રાજકારણીઓને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વર્ષ 2020 માટે 141 લોકોને સન્માનિત કર્યા.
આ પણ વાંચો :ચીની સૈનિકો POKમાં સરહદી ચોકીઓ અને ગામડાઓનું સર્વેક્ષણ કરી રહ્યા છે
આ પણ વાંચો :મ્યાનમારની કોર્ટે અમેરિકન પત્રકાર ડેની ફેન્સ્ટરને 11 વર્ષની જેલની સજા ફટકારી
આ પણ વાંચો :આંધ્રપ્રદેશમાં ભીષણ આગ લાગતા અનેક મકાનો બળીને ખાખ,કોઇ જાનહાનિ નહી
