Gandhinagar News: ગુજરાતનાં (Gujarat) પાટનગર ગાંધીનગરમા (Gandhinagar) જિલ્લા કલેક્ટર કચેરીના સમિતિ ખંડમાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં આ કાર્યક્રમમાં 10 અરજદારોના પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું હતું. એ અરજદારોએ જમીન સંપાદન, ગેરકાયદેસર બાંધકામ, ગોચર જમીન પર અતિક્રમણ, ખેતીલાયક જમીનમાં ટીપી અને વાહન કર જેવા વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. કલેક્ટર દવેએ તમામ અરજદારોને ધ્યાનથી સાંભળ્યા અને સંબંધિત અધિકારીઓને સમય મર્યાદામાં તેનો ઉકેલ લાવવા નિર્દેશ આપ્યો.
આપને જણાવી દઈએ કલેક્ટરે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે દરેક અરજદાર સમાન છે. તેમણે ભાર મૂક્યો હતો કે કામગીરી કોઈપણ ભેદભાવ વિના પારદર્શક રીતે થવી જોઈએ. છેલ્લા છ મહિનામાં સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની સંખ્યામાં ઘટાડો થયો છે, જે વહીવટમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે તેનો સંકેત છે. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, નિવાસી અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા અને જમીન સંપાદન અધિકારી અર્જુન સિંહ વણઝારા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:પાયલ ગોટી મેડિકલ ચેકઅપ નહીં કરાવે, પાટીદાર નેતાઓએ SP સહિતના પોલીસ અધિકારીઓની DGP ને ફરિયાદ કરશે
આ પણ વાંચો:મનીષ વઘાસિયાએ પત્ર સાચો હોવાનો દાવો કર્યો ,કહ્યું’પાયલનો કોઈ રોલ નથી…’
આ પણ વાંચો:જાહેરમાં સરઘસ કાઢવા મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ NHRC ને લખ્યો પત્ર