કોરોના વેક્સિન ટ્રાયલની સાથે જ અફવાઓ એ પણ જોર પકડ્યું છે. એટલું જ નહીં કેટલાક લોકોએ તો નિવેદન આપવામાં ડાટ વાળ્યો છે. લોકો દ્વારા આપવામાં આવેલા અફવા સ્વરૂપ નિવેદનોની વચ્ચે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એ ભારતમાં બે કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ડીસીજીઆઈએ સીરમ ઇન્સ્ટિટ્યૂટના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકના કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગને અંતિમ મંજૂરી આપી દીધી છે.

Rajkot / રાજકોટમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ફરિયાદ, નિખિલદોંગા ગ…
કેટલાક લોકોના નિવેદનો અંતર્ગત કોરોના રસીને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે રસી લીધા પછી વ્યક્તિ નપુંસક બની શકે છે. દેશમાં ઝડપથી વધી રહેલી આ અફવાઓને ધ્યાનમાં રાખીને ડીસીજીઆઈએ તેને બકવાસ ગણાવી છે અને આવી અફવાઓને ધ્યાનમાં ન લેવા માટેની સલાહ આપી છે.
froud / રાજકોટમાં ડેટા ચોરી માટે બાળકોને ટાર્ગેટ કરી ચીટર વીમા કંપની…
આ ઉપરાંત ડીસીજીઆઈએ કહ્યું કે જે રસીઓને મંજૂરી મળી છે તે 110 ટકા સંપૂર્ણપણે સલામત છે. તેમણે કહ્યું કે જો રસીની સલામતી અંગે કોઈ ચિંતા હોય તો તે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં ન આવે. તેમણે કહ્યું કે રસી લીધા પછી હળવો તાવ, માથાનો દુખાવો, એલર્જી જેવી નજીવી સમસ્યાઓ આવી શકે છે.
Political / બંગાળના રાજકારણમાં ભાજપ બાદ હવે ઓવૈસીએ મારી એન્ટ્રી, કઈંક નવ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
