Ahmedabad News/ ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી પર હુમલો: જૂની અદાવતમાં ABVP કાર્યકરો સામે ફરિયાદ, માથામાં 3 ટાંકા

અમદાવાદની ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી પર હુમલા (Gujarat College Student Attack)ની ઘટના સામે આવી છે. જૂની અદાવતમાં ABVP કાર્યકરો પર હુમલાનો આરોપ, વિદ્યાર્થીને માથામાં ઈજા અને 3 ટાંકા આવ્યા. પોલીસ તપાસ શરૂ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Gujarat College Student Attack: વિદ્યાર્થી સંગઠનના નામે દાદાગીરી? ગુજરાત કોલેજની ઘટનાથી ઉઠ્યા સવાલો

Ahmedabad News: અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી પર થયેલા હિંસક હુમલા (Gujarat College Student Attack)ની ઘટનાએ ચકચાર મચાવી છે. જૂની અદાવતનો ખાર રાખીને કેટલાક યુવકોએ કોલેજ કેમ્પસમાં એક વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલાની સમગ્ર ઘટના કેમ્પસમાં લાગેલા લોકોના મોબાઈલમાં કેદ થઈ હતી, જેનો વીડિયો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ગોધરાનો રહેવાસી અને હાલ અમરાઈવાડી વિસ્તારમાં રહેતો ધ્રુવરાજસિંહ સોલંકી ગુજરાત કોલેજમાં B.Sc. સેમેસ્ટર-5માં અભ્યાસ કરે છે. બનાવના દિવસે તે કોલેજના નેહરુ હોલ નજીક પોતાના મિત્રો સાથે બેઠો હતો ત્યારે કેટલાક યુવકો ત્યાં આવ્યા હતા.

ફરિયાદ મુજબ, ABVP સાથે જોડાયેલા પ્રિન્સ દેસાઈ, આર.બી. મુધવા, રામ સહિતના કેટલાક યુવકોએ ધ્રુવરાજસિંહ સાથે કોઈ ચર્ચા કર્યા વગર અચાનક હુમલો (Gujarat College Student Attack) કરી દીધો હતો. હુમલા (Gujarat College Student Attack)માં વિદ્યાર્થી નીચે પડી ગયો હતો અને તેનું માથું દીવાલ સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચી હતી.

Gujarat College Student Attack: માથામાં ઈજા, હોસ્પિટલમાં લેવા પડ્યા 3 ટાંકા

હુમલા બાદ ધ્રુવરાજસિંહ લોહીલુહાણ થઈ જતા આસપાસના વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માથાના ભાગે ઊંડો ઘા હોવાથી તેને 3 ટાંકા લેવા પડ્યા હતા.

પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ

આ સમગ્ર મામલે ધ્રુવરાજસિંહ સોલંકીની ફરિયાદના આધારે એલિસબ્રિજ પોલીસે પ્રિન્સ દેસાઈ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાના વીડિયો અને અન્ય પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ

ગુજરાત કોલેજ જેવા શૈક્ષણિક કેમ્પસમાં બનેલી આ ઘટના બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા અને કોલેજની વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા લોકો વચ્ચેની અદાવત જો હિંસક સ્વરૂપ લે તો સામાન્ય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધે છે.કોલેજ કેમ્પસમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને આવી ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો:વડોદરા MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં NSUI-ABVP કાર્યકરો વચ્ચે મારામારી, કેમ્પસમાં હંગામો

આ પણ વાંચો:ABVP કાર્યકરો દ્વારા સદબુદ્ધિ શાંતિ યજ્ઞનું આયોજન

આ પણ વાંચો:JG યુનિ. બની ABVPનું સમરાંગણઃ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ