Vadodra News: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની સાયન્સ ફેકલ્ટીમાં (MSU Science Faculty) વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલી અથડામણને કારણે કેમ્પસમાં તણાવનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, NSUI અને ABVP (NSUI ABVP Clash) સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ વચ્ચે શરૂ થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી.
NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ મારામારી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બંને પક્ષો (NSUI ABVP Clash) વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન ABVPના એક કાર્યકરને જાહેરમાં લાફો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે લાતો-મુક્કાની મારામારી શરૂ થઈ ગઈ હતી, જેના કારણે આસપાસ હાજર વિદ્યાર્થીઓમાં ભય અને અફરાતફરી ફેલાઈ હતી.
સિક્યોરિટી સ્ટાફ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં યુનિવર્સિટીના સિક્યોરિટી સ્ટાફે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી અને કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ
હાલ પોલીસે કેમ્પસમાં લાગેલા સીસીટીવી (NSUI ABVP Clash) કેમેરાના ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. મારામારીમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તપાસના પરિણામ બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: મોરબીમાં શાળામાં વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ, ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહારનો વિવાદ
આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં કોરોનાથી 4 વર્ષ બાદ બે મોત, 8 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: દુષ્કર્મ પીડિત બે સગીરાઓને ગર્ભપાતની મંજૂરી, જાણો કોર્ટે શું કહ્યું
