Ahmedabad News: શહેરમાં શિક્ષણ વહીવટને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ(Ahmedabad DEO office division) બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીનું મહત્વપૂર્ણ પુનર્ગઠન (DEO Office Division) કરવામાં આવ્યું છે. નવા માળખા મુજબ હવે અમદાવાદ માટે પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણ અલગ-અલગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ કાર્ય કરશે.
સાબરમતી નદીને આધારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનું સીમાંકન
શિક્ષણ વિભાગે શહેરનું સીમાંકન સાબરમતી નદીને કેન્દ્રમાં રાખીને નક્કી કર્યું છે. તેના આધારે શહેરની શાળાઓને પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં (DEO Office Division) વહેંચવામાં આવી છે. નવા આયોજન મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કુલ 1,484 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 831 શાળાઓ ની ફાળવણી કરવામાં આવી છે. બંને વિસ્તારોમાં હવે શાળાઓનો વહીવટ અને વહીવટી કામગીરી અલગ-અલગ DEO કચેરી દ્વારા સંચાલિત કરવામાં આવશે.
AMC હદની તમામ શાળાઓ શહેર DEO હેઠળ રહેશે
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની હદમાં આવેલી તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓનો વહીવટ શહેરની DEO કચેરીઓ હેઠળ રહેશે. જ્યારે AMCની સીમા બહાર આવેલી તમામ શાળાઓનો વહીવટ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી (Rural DEO) સંભાળશે.
પૂર્વ વિસ્તારની DEO કચેરી રાયખડ ગર્લ્સ સ્કૂલ ખાતે કાર્યરત થશે
શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ, અમદાવાદ પૂર્વ વિસ્તારની નવી જિલ્લા શિક્ષણાધિકારી(Ahmedabad DEO office division) કચેરી રાયખડ ગર્લ્સ સ્કૂલ ખાતે કાર્યરત કરવામાં આવશે. આ નવા માળખાથી શાળાઓના વહીવટમાં ઝડપ, સંકલન અને કામગીરીમાં વધુ સરળતા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અંબાજી રાત્રિ પૂજા વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં
આ પણ વાંચો: મહેમદાવાદમાં વીજપોલ તૂટી પડતાં 11 વર્ષના બાળકનું કરુણ મોત, શાળાએ જતી વખતે સર્જાઈ દુર્ઘટના
આ પણ વાંચો: સુરેન્દ્રનગરની ભારત સીટ્સ કંપનીમાં ફૂડ પોઈઝનિંગ: ભોજનમાંથી ગરોળી મળ્યાનો આક્ષેપ, 10થી વધુ કર્મચારીઓ બીમાર
