Surendranagar News/ સુરેન્દ્રનગરની ભારત સીટ્સ કંપનીમાં ફૂડ પોઈઝનિંગ: ભોજનમાંથી ગરોળી મળ્યાનો આક્ષેપ, 10થી વધુ કર્મચારીઓ બીમાર

Surendranagar Food Poisoning:
સુરેન્દ્રનગરની ભારત સીટ્સ કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી મળ્યાનો આક્ષેપ બાદ 10થી વધુ કર્મચારીઓ ફૂડ પોઈઝનિંગથી બીમાર પડ્યા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કર્મચારીઓએ કેન્ટીનની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા.

Gujarat Top Stories

Surendranagar News: શહેરના બહુચરાજી રોડ પર આવેલી ભારત સીટ્સ(Bharat Seats Surendranagar) કંપનીમાં કેન્ટીનના ભોજનને લઈને ગંભીર ઘટના સામે આવી છે. કર્મચારીઓના આક્ષેપ મુજબ કેન્ટીનમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી મરેલી ગરોળી મળી આવી હતી. આ દરમિયાન દૂષિત ભોજન આરોગનારા 10 થી વધુ કર્મચારીઓની તબિયત લથડતાં તેમને ફૂડ પોઈઝનિંગની (Surendranagar Food Poisoning) અસર થઈ હોવાનું સામે આવ્યું છે.

કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી મળ્યાનો આક્ષેપ

માહિતી મુજબ, કર્મચારીઓ રોજની જેમ કેન્ટીનમાં જમવા બેઠા હતા ત્યારે એક કર્મચારીની થાળીમાં ભોજનમાંથી મરેલી ગરોળી જોવા મળતાં હોબાળો મચી ગયો હતો. ત્યાં સુધીમાં અનેક કર્મચારીઓ તે જ ભોજન આરોગી ચૂક્યા હતા. બાદમાં કેટલાક કર્મચારીઓમાં ઉલ્ટી,(Gujarat Food Poisoning) ગભરામણ અને અન્ય તકલીફો જોવા મળતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કર્મચારીઓએ કેન્ટીનમાં હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતું હોવાનો આક્ષેપ

આ ઘટનાને લઈને કંપનીના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે કેન્ટીનમાં લાંબા સમયથી હલકી ગુણવત્તાનું અને સ્વચ્છતા વિનાનું ભોજન પીરસવામાં આવે છે, છતાં સમસ્યાના નિરાકરણ માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

અગાઉ અવાજ ઉઠાવનાર કર્મચારીને નોકરીમાંથી દૂર કરાયો હોવાનો પણ આક્ષેપ

કર્મચારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ પણ કેન્ટીનના ભોજનમાંથી ગરોળી મળ્યાની ઘટના બની હતી. તે સમયે આ મુદ્દે અવાજ ઉઠાવનાર એક કર્મચારીને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.હાલ સમગ્ર ઘટનાને લઈને કર્મચારીઓ દ્વારા જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી રહી છે. કંપની અથવા સંબંધિત તંત્ર તરફથી આક્ષેપો અંગે સત્તાવાર નિવેદન જાહેર થયું છે કે નહીં તેની માહિતી ઉપલબ્ધ નથી.


આ પણ વાંચો: જામનગરમાં મધ્યાહન ભોજન બાદ 10 વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગની આશંકા; હોસ્પિટલમાં સારવાર ચાલુ

આ પણ વાંચો: જામનગરની મોટી ખાવડીમાં 45થી વધુ શ્રમિકોને ફૂડ પોઈઝનિંગની અસર

આ પણ વાંચો: પાણીપુરી પડી ભારે! ભુજમાં પાણીપુરી ખાધા બાદ 100 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ