Jamnagar News: જામનગર જિલ્લામાં આવેલી મણવર ખીજડીયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડતાં (Jamnagar Food Poisoning) ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આશરે 10 જેટલા વિદ્યાર્થીઓને ઊલટી, પેટમાં દુખાવો અને અન્ય તકલીફો થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Jamnagar Food Poisoning:શાળાના બાળકોની તબિયત લથડી
માહિતી અનુસાર, વિદ્યાર્થીઓએ મધ્યાહન ભોજનમાં રસ-પૂરી અને શાક આરોગ્યું હતું. ભોજન લીધાના થોડા સમય બાદ કેટલાક બાળકોની તબિયત લથડતાં (Jamnagar Food Poisoning) શાળા સંચાલન અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે બાળકો હોસ્પિટલમાં દાખલ હોવા છતાં શાળા તરફથી કોઈ જવાબદાર અધિકારી અથવા પ્રતિનિધિ મુલાકાતે આવ્યો નથી. ઘટનાની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.
ડોક્ટરોની દેખરેખ હેઠળ તમામ બાળકોની સારવાર ચાલી રહી છે. હાલ મોટાભાગના વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, ભોજનના નમૂનાઓની તપાસ સહિત સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી બાળકોની તબિયત બગડવાનું (Jamnagar Food Poisoning) ચોક્કસ કારણ જાણી શકાય. પ્રશાસન અને સંબંધિત વિભાગો સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે અને તપાસના અહેવાલ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:ભાણવડમાં રમતા-રમતા ઝેરી વનસ્પતિના બી ખાઈ જતાં 7 બાળકોની તબિયત લથડી
