મહારાષ્ટ્રમાં યવતમાલથી ભારે બેદરકારીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પોલિયોના ટીપાં આપવાની ઝુંબેશ દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ 12 બાળકોને સેનિટાઈઝર આપ્યું હતું. બાળકોની તબિયત લથડતાં મામલો બહાર આવ્યો હતો. ઉલટી અને ઝાડા થવાની ફરિયાદ બાદ મોડી રાત્રે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડોકટરોની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.
budget session today / કૃષિકાયદા મુદ્દે વિપક્ષી દળોનો હોબાળો, રાજ્યસભા કરવી પડી સ્થગિત,આજે આ મુદ્દાઓ ચર્ચાશે
યવતમાલના ખાટનજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પલ્સ પોલિયો અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું, તે જ સમયે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. બેદરકારીના કેસમાં વાલીઓએ જણાવ્યું છે કે આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો દવાને બદલે હેન્ડ સેનિટાઇઝરના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. ગામલોકો પણ કંઇ સમજી શક્યા નહીં, પરંતુ જ્યારે બાળકો બીમાર પડવા લાગ્યા ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.આ આખો મામલો રવિવારનો છે. બીજા દિવસે, જ્યારે પોલિયો રસીકરણ અભિયાન સાથે જોડાયેલી ટીમને આ અંગે જ્યારે કહેવામાં આવ્યું, ત્યારે તેઓને તેમની ભૂલનો અહેસાસ થયો હતો અને તેમણે બીજી વાર પોલિયોની દવા આપી હતી, પરંતુ ચિંતા એ છે કે બાળકોની તબિયત લથડી રહી છે. બીમાર પડી ગયેલા બાળકોનાં નામ ગીરમ ગેડમ, યોગશ્રી ગેદામ, હર્ષ મેશરામ, ભાવના આર્કે, વેદાંત મશરામ, રાધિકા મશરામ, પ્રાચી મશરામ, મહી મશરામ, તનુજ ગેડમ, નિશા મેશરામ, આસ્થ મશરામ છે.
Stock Market / શેર બજારમાં બજેટની રંગત, સેન્સેક્સ બીજી વખત 50,000 ને પાર, નિફ્ટીમાં 345 પોઇન્ટનો વધારો
ઘોર બેદરકારીની ઘટના બાદ આંગણવાડી કાર્યકર અને આશા વર્કર સસ્પેન્ડ
ઘોર બેદરકારી અંગેની માહિતી મળ્યા બાદ વહીવટીતંત્ર પગલા ભરાયું હતું. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એક સીએચઓ, આંગણવાડી કાર્યકર અને આશા વર્કરને સસ્પેન્ડ કર્યા હતા. યવતમાલ જીલ્લા પરિષદના સીઈઓ ડો.શ્રીકૃષ્ણ પંચાલના જણાવ્યા મુજબ, બેદરકારી સહન નહીં કરવામાં આવે તેની કડક ચકાસણી કરવામાં આવી રહી છે.
Political / ભાજપમાં ભંગાણ, મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં, ભાજપનો જ દાવ પડ્યો માથે..?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
