Ahmedabad News/ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાના નિર્ણયમાં નોંધ્યું છે કે અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast Case)કોઈ સામાન્ય ગુનાહિત ઘટના નહોતા, પરંતુ દેશની સુરક્ષા અને શાંતિને અસ્થિર કરવાનો પૂર્વનિયોજિત આતંકી ષડયંત્ર હતો

Top Stories Ahmedabad Gujarat
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Blast Case)માં ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપતાં 2,223 પાનાનો વિગતવાર હુકમ જાહેર કર્યો છે

Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Blast Case)માં ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપતાં 2,223 પાનાનો વિગતવાર હુકમ જાહેર કર્યો છે. આ ચુકાદામાં કોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા 38 દોષિતો (38 Convicts)ને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી છે, જ્યારે સમગ્ર તપાસ પ્રક્રિયાને વ્યાપક, નિષ્પક્ષ અને વિશ્વસનીય ગણાવી છે.

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાના નિર્ણયમાં નોંધ્યું છે કે અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કોઈ સામાન્ય ગુનાહિત ઘટના નહોતા, પરંતુ દેશની સુરક્ષા અને શાંતિને અસ્થિર કરવાનો પૂર્વનિયોજિત આતંકી ષડયંત્ર હતો. કોર્ટે જણાવ્યું કે હુમલાનો હેતુ મોટા પ્રમાણમાં જાનહાનિ પહોંચાડવાનો અને સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનો હતો.

ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ આતંકી હુમલા (Terror Attack)માં 56 નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જ્યારે 240થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કોર્ટે કહ્યું કે તપાસ એજન્સીઓએ પુરાવા, સાક્ષીઓ અને વૈજ્ઞાનિક તપાસના આધારે સમગ્ર કેસને મજબૂત રીતે રજૂ કર્યો હતો, જેના આધારે આરોપીઓ સામેના ગુનાઓ સાબિત થયા છે.

ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના આ ચુકાદાને આતંકવાદ સામે કડક અને સ્પષ્ટ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આવા સંગઠિત આતંકી હુમલાઓ સામે કાયદો સંપૂર્ણ કડકાઈથી અમલમાં મૂકવો જરૂરી છે, જેથી સમાજમાં સુરક્ષા અને ન્યાય પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે.


આ પણ વાંચો :અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ગુજરાત હાઈકોર્ટે સજાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો, હવે આરોપીઓ સુપ્રીમ કોર્ટ જશે

આ પણ વાંચો અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 38ની ફાંસી યથાવત, 11ને આજીવન કેદ, મૃતકોને ₹10 લાખ વળતર

આ પણ વાંચો : જાણો,અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને શું આપી સજા