National News/ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; વીર સાવરકર માનહાની કેસ અને સમન રદ

સુપ્રીમ કોર્ટે Rahul Gandhi સામેના વીર સાવરકર માનહાની કેસ અને નીચલી અદાલતના સમનને રદ કર્યા છે. કાનૂની મંજૂરી ન હોવાના આધારે આ ચૂકાદો અપાયો છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
Rahul Gandhi

Rahul Gandhi Supreme Court Relief Veer Savarkar Case News:  કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને(Rahul Gandhi) વીર સાવરકર અંગે આપેલા નિવેદન સાથે જોડાયેલા ફોજદારી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નોંધાયેલી ફરિયાદ તેમજ નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાનો નિર્ણય કર્યો છે.

કાયદેસર મંજૂરી ન હોવાના આધારે કેસ રદ

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે સુનાવણી દરમિયાન નોંધ્યું કે આ કેસ આગળ ચલાવવા માટે જરૂરી સરકારી મંજૂરી લેવામાં આવી હોવાનો કોઈ ઉલ્લેખ નથી. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી રજૂ કરાયેલા સોગંદનામામાં પણ આવી મંજૂરી અંગે કોઈ માહિતી ન હોવાનું સામે આવ્યું હતું. કોર્ટ સમક્ષ રાજ્ય સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે પણ સ્પષ્ટ કર્યું કે કેસ ચલાવવા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી.

Rahul Gandhi

મંજૂરી જરૂરી હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું

સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ જણાવ્યું કે કેસમાં સંજ્ઞાન લેવામાં આવે તે પહેલાં જરૂરી મંજૂરી હોવી આવશ્યક છે. જો આવી મંજૂરી જ ન હોય તો કેસ આગળ વધી શકે નહીં. આ દલીલો બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધની ફરિયાદ અને મેજિસ્ટ્રેટ દ્વારા અગાઉ આપવામાં આવેલ આદેશ બંને રદ કરવાનો નિર્ણય લીધો.

ભારત જોડો યાત્રા દરમિયાન આપેલા નિવેદનનો મામલો

આ સમગ્ર કેસ રાહુલ ગાંધીના(Rahul Gandhi) 17 નવેમ્બર 2022ના મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં ભારત જોડો યાત્રા દરમિયાન આપેલા એક નિવેદન સાથે સંબંધિત છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન વીર સાવરકર અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ફરિયાદી તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ નિવેદન સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્યું હતું.

હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા રાહુલ ગાંધી

આ કેસમાં નીચલી અદાલતે રાહુલ ગાંધીને(Rahul Gandhi) સમન્સ પાઠવ્યું હતું. ત્યારબાદ તેમણે કાર્યવાહી સામે કાનૂની પડકાર આપ્યો હતો. અલાહાબાદ હાઈકોર્ટે અગાઉ આ તબક્કે કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને સેશન કોર્ટમાં રિવિઝન અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. આ પછી રાહુલ ગાંધી આ મામલો લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ સાવરકર અંગેના નિવેદન સાથે જોડાયેલા આ માનહાનિ કેસમાં તેમની સામેની ફરિયાદ અને નીચલી અદાલતનો સમન્સ રદ થઈ ગયો છે.


આ પણ વાંચો:રાહુલ ગાંધી પહોંચ્યા સુપ્રીમ કોર્ટ; અલાહાબાદ હાઈકોર્ટના CBI-ED તપાસના આદેશને પડકાર્યો

આ પણ વાંચો:મહિલા આરક્ષણ બિલ પર કિરણ રિજિજુ અને રાહુલ ગાંધી વચ્ચે ટક્કર, રાહુલે સરકાર સામે મૂકી શરત

આ પણ વાંચો:રાહુલ ગાંધી સામે અપ્રમાણસર સંપત્તિના આરોપ મામલે ભાજપ નેતા વિગ્નેશ શિશિરને CBIનું સમન્સ