Rahul Gandhi Supreme Court Challenge ED Probe: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આવક કરતાં વધુ સંપત્તિ હોવાના આરોપોના મામલે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે CBI અને EDને આરોપોની કાયદા મુજબ ચકાસણી કરવા સૂચના આપી હતી. રાહુલ ગાંધીએ(Rahul Gandhi) આ કેસને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ પણ કરી છે. તેમની બંને અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં 17 ઓગસ્ટે સુનાવણી થશે.
ભાજપ કાર્યકરની ફરિયાદથી શરૂ થયો મામલો
આ મામલો કર્ણાટકના ભાજપ કાર્યકર વિઘ્નેશ શિશિરની ફરિયાદ સાથે જોડાયેલો છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી(Rahul Gandhi) પાસે તેમની જાણીતી આવકના સ્ત્રોતની સરખામણીએ વધુ સંપત્તિ છે. ફરિયાદ પર સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે મે મહિનામાં CBI અને EDને આરોપોની કાયદા મુજબ ચકાસણી કરવા કહ્યું હતું. કોર્ટના આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો ફરિયાદ પ્રાપ્ત થઈ હોય તો તેમાં લગાવવામાં આવેલા આરોપોનું કાયદા અનુસાર વેરિફિકેશન કરવામાં આવે.
CBIના રિપોર્ટથી હાઈકોર્ટ નારાજ
આ મામલે CBI અને EDને તપાસની પ્રગતિ અંગે કોર્ટને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 20 જુલાઈની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે CBIના સોગંદનામા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે અગાઉ આપવામાં આવેલા નિર્દેશો અનુસાર નથી. બીજી તરફ, કોર્ટે કહ્યું કે ED દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. હાઈકોર્ટે કેસની આગામી સુનાવણી માટે 20 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી.
હવે સુપ્રીમ કોર્ટમાં થશે નિર્ણય
રાહુલ ગાંધીએ(Rahul Gandhi) હાઈકોર્ટના આદેશને પડકારવાની સાથે કેસને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની અલગ અરજી પણ દાખલ કરી છે. હવે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય મુદ્દો એ રહેશે કે માત્ર ફરિયાદના આધારે CBI અને EDને આરોપોની ચકાસણી કરવાનો હાઈકોર્ટનો આદેશ કાયદેસર છે કે નહીં, તેમજ આ કેસને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવો યોગ્ય છે કે નહીં. 17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી બાદ આ કેસની આગળની દિશા સ્પષ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી સામે અપ્રમાણસર સંપત્તિના આરોપ મામલે ભાજપ નેતા વિગ્નેશ શિશિરને CBIનું સમન્સ
આ પણ વાંચો: મહિલા સશક્તિકરણ પર કોંગ્રેસના નિવેદનથી રાજકારણ ગરમાયું; રિજીજુએ કોંગ્રેસને ઘેરી
આ પણ વાંચો: શું આપણે Gen-Zના મિજાજને સમજી શક્યા નથી? શશિ થરૂરે પાર્ટીની રણનીતિ પર આપ્યું મોટું નિવેદન
