ગુજરાતમાં રખડતા ઢોરનું સામ્રાજ્ય વધ્યું છે. સાથે સાપ કરડવાના કિસ્સાઓ પણ વધ્યા હોવાનું સામે આવ્યું છે. સાપ કરડવાના કિસ્સા બતાવે છે કે રાજ્યમાં અનેક સ્થાનો પર સાપોનું સામ્રાજ્ય છે. કાળઝાળ ગરમી બાદ ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે બહાર ફરવા નિકળતા પહેલા ચોક્કસ વિચાર કરજો. કારણ કે વરસાદના પાણી ભરાવાના કારણે તમે પાણીની નીચે શું છે તેની કલ્પના કરી શકશો નહી. પાણીમાં ફરતા ઝેરી સાપ કયાંક ડંખના મારે તેનું ચોક્કસપણે ધ્યાન રાખજો.
આ સ્થાન પર સાપ વધુ હોય છે
રાજ્યમાં સૌથી વધુ સાપ વલસાડ જિલ્લામાં જોવા મળે છે. ત્યાં દર વર્ષે 5 હજાર કરતાં વધુ સર્પદંશના કેસ નોંધાયા છે. આ વિસ્તારમાં સામાન્ય દિવસો કરતાં ચોમાસામાં વધુ સાપ જોવા મળે છે. આ સિવાય ડાંગ, તાપી, સુરત, નર્મદા, નવસારીમાં સાપ જોવા મળે છે. આ વિસ્તારોમાં પણ ચોમાસા દરમ્યાન સાપ કરડવાના વધુ કોલ નોંધાયા છે.
કહેવાય છે કે કેટલીક વખત ભયંકર અકસ્માતમાં માણસ બચી જાય છે. પરંતુ સર્પદંશથી ભાગ્યેજ કોઈ વ્યક્તિ બચી શકે છે. મોટાભાગના સાપ ઝેરી હોય છે. જો કે લોકોને સાપ નામથી જ ડર લાગે છે. છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં સર્પદંશના કિસ્સા વધ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં ચોમાસામાં સાપોની સંખ્યા વધી છે. સાપ પહેલા જંગલોમાં અને ગામડાઓના ખુલ્લા વિસ્તારમાં જ જોવા મળતા હતા. પરંતુ હવે રહેણાંક વિસ્તારોમાં પણ સાપનો પ્રવેશ થયો છે. છેલ્લા 7 વર્ષમાં માત્ર અમદાવાદમાં સાપ કરડવાના કુલ 500થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં ચાર વર્ષમાં કુલ 25 હજારથી વધુ સર્પદંશના કેસ નોંધાયા છે.
કેમ ચોમાસામાં સાપ વધુ જોવા મળે છે
મોટાભાગે ચોમાસામાં વધુ સાપ જોવા મળે છે અને સર્પદંશના કેસ પણ આ સમયમાં જ નોંધાય છે. તેની પાછળનું કારણ છે કે ચોમાસામાં પાણી ભરાતા દેડકાં તેના દરની બહાર આવે છે. અને દેડકાનો શિકાર કરવા સાપ પણ તેના દરમાંથી બહાર નીકળે છે. આ સિવાય અન્ય એક કારણ છે જે મુજબ ચોમાસામાં વરસાદના કારણે સાપના દરોમાં વરસાદી પાણી ઘૂસી જતા સાપ બહાર આવી જતા હોય છે. સાપ દેડકાંનો શિકાર કરવા ઉપરાંત ગરોળી, માખી-મચ્છર, કિડી અને મકોડાના પણ શિકાર કરે છે. વરસાદી પાણીના કારણે આ તમામ જીવાત બહાર હોય છે અને સાપ તેમનો શિકાર કરવા પોતાના દરમાંથી બહાર નીકળે છે. આથી જ કેટલીક વખત આપણે રસ્તામાં ચાલીએ છીએ ત્યારે આપણી પાસેથી સાપ પસાર થાય છે અને કેટલાક કિસ્સામાં આપણે પણ સર્પદંશનો શિકાર થઈએ છીએ.
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ
આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ
આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ
