Australia News/ ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો : ‘ઈન્ડિયન ભાગી જાઓ,’ કહીને લાતો-મુક્કા મારીને અપશબ્દો કહ્યા

આરોપીઓ તેમની કારમાં બેસીને ચરણપ્રીતને બેભાન અવસ્થામાં છોડીને જતા રહ્યા.

World Top Stories

Australia News : ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે શનિવારે એક ભારતીય પર ઘાતક હુમલો કરવામાંઆવ્યો હતો. જેમાં હૂમલાખોરોએ ઈન્ડિયન ભાગી જાઓ કહીને ભારતીય યુવકને લાતો અને મુક્કા મારી ઘાયલ કરી નાંખ્યો હતો. ‘ધ ઓસ્ટ્રેલિયા ટુડે’ના અહેવાલ મુજબ, ચરણપ્રીત સિંહ તેની પત્ની સાથે શહેરના લાઇટ શો જોવા માટે કારમાં બહાર ગયા હતા. આ દરમિયાન રાત્રે 9 વાગ્યે કિંટોર એવન્યુ પાસે કાર પાર્કિંગને લઈને તેમનો સ્થાનિક લોકો સાથે ઝઘડો થયો.

છોકરાઓએ ચરણપ્રીતને જાતિગત રીતે દુર્વ્યવહાર કર્યો અને તેના પર હિંસક હુમલો કર્યો. ચરણપ્રીતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમણે મને , ઈન્ડિયન ભાગી જાઓ અને પછી મને લાતો અને મુક્કા મારવાનું શરૂ કર્યું. મેં જવાબ આપવાની કોશિશ કરી, પરંતુ તેમણે જ્યાં સુધી હું બેભાન ન થયો ત્યાં સુધી માર માર્યો.ચરણપ્રીતે કહ્યું, જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે વ્યક્તિને પોતાના દેશમાં પાછા ફરવાનું મન થાય છે. તમે તમારા શરીરમાં કંઈપણ બદલી શકો છો, પરંતુ તમે રંગ બદલી શકતા નથી.

હાલમાં આ કેસમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પાંચ માણસ ચરણપ્રીતના ચહેરા અને પેટ પર મુક્કા અને લાત મારતા જોઈ શકાય છે, જ્યારે તેની પત્ની તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે.હુમલાખોરોના હાથમાં તીક્ષ્ણ વસ્તુઓ પણ હતી. હુમલા પછી આરોપીઓ તેમની કારમાં બેસીને ચરણપ્રીતને બેભાન અવસ્થામાં છોડીને જતા રહ્યા. તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. તેને રોયલ એડિલેડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની રાતોરાત સારવાર કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે એનફિલ્ડમાં એક 20 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે અન્ય આરોપીઓને શોધવા માટે જનતાની મદદ માગી છે.ચરણપ્રીતના સમર્થનમાં ઘણા લોકો આવ્યાપોલીસ પ્રવક્તાએ ધ ઇન્ડિયન સનને જણાવ્યું: જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પીડિત જમીન પર બેભાન અવસ્થામાં પડેલો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

આ હુમલાથી એડિલેડના ભારતીય સમુદાયમાં રોષ ફેલાયો છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઇમિગ્રન્ટ્સની સલામતી અંગે ચિંતાઓ વધી છે. ઘણા લોકો ચરણપ્રીતના સમર્થનમાં ઓનલાઇન સામે આવ્યા છે અને વંશીય હિંસા સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર પીટર માલિનૌસ્કાસે આ હુમલાની નિંદા કરી અને કહ્યું – જાતિગત હુમલાઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને એ આપણા સમુદાય વિરુદ્ધ છે. આવું ન થવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટ્રમ્પને ઇમિગ્રેશન કોર્ટ તરફથી ઝટકો, કેલિફોર્નિયામાં ઇમિગ્રન્ટ્સની ધરપકડ રોકવાનો આદેશ

આ પણ વાંચો:અમેરિકા વિઝા બન્યા વધુ મોંધા વિઝાની ફીમાં કર્યો $250નો વધારો : US ઇમિગ્રેશન ફર્મ ફ્રેગોમે કર્યો ખુલાસો.

આ પણ વાંચો:કેનેડા એ ઇમિગ્રેશન મિનિસ્ટર નિર્દેશ જાહેર કર્યો,માતા-પિતા અને દાદા-દાદીની સ્પોન્સરશિપ અટકાવી