ગાંધીનગર,
અલ્પેશ ઠાકોર દિલ્હી હાઇકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અલ્પેશ ઠાકોર તમામ મુદ્દાને લઇને જવાબ આપશે અને આગામી રણનિતીને લઇને પણ કોન્ફરન્સમાં જાહેરાત કરવાના છે.
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ તેને લઇને અનેક તર્ક વિતર્ક દેખાઇ રહી છે. દિલ્હીમાં પણ હાઇકમાન્ડ સાથે અલ્પેશે તેની નારાજગી મુદ્દે ચર્ચા કરી હતી.
