Ahmedabad News: દેશના સૌથી ચર્ચિત આતંકવાદી કેસોમાંના એક એવા 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Blast Case)માં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદાના અમલ પર ત્રણ મહિનાનો સ્ટે આપ્યો છે, જેથી દોષિતોને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તક મળી રહે. આરોપીઓના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે સજાના અમલને ત્રણ મહિના માટે સ્થગિત રાખવાનો આદેશ કર્યો છે.
Ahmedabad Serial Blast Case: સવારે સજાનો ચુકાદો યથાવત રાખ્યો હતો
ગુજરાત હાઈકોર્ટે તે પહેલાં વિશેષ અદાલત દ્વારા વર્ષ 2022માં આપવામાં આવેલી સજાને યથાવત રાખી હતી. કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને કુદરતી મૃત્યુ સુધીની આજીવન કેદની સજાને સમર્થન આપ્યું હતું.ચુકાદા બાદ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી માટે સમય માંગ્યો હતો, જેના અનુસંધાને હવે ત્રણ મહિનાનો સ્ટે આપવામાં આવ્યો છે.
હવે સુપ્રીમ કોર્ટમાં થશે અંતિમ કાનૂની લડત
હાઈકોર્ટના આદેશ બાદ દોષિતો આગામી ત્રણ મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકશે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં હાઈકોર્ટના ચુકાદાની કાનૂની સમીક્ષા કરશે.
2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટની ઘટના
26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેરના વિવિધ 20 સ્થળોએ કુલ 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ( (Ahmedabad Serial Blast Case)) થયા હતા. આ હુમલામાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના દેશના સૌથી મોટા આતંકવાદી હુમલાઓમાંની એક માનવામાં આવે છે.
2022માં શું ચુકાદો આવ્યો હતો?
8 ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદની વિશેષ અદાલતે 78માંથી 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે 28 આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા.
18 ફેબ્રુઆરી, 2022ના રોજ કોર્ટે:
38 દોષિતોને ફાંસીની સજા
11 દોષિતોને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદ
દોષિતો પર લાખો રૂપિયાનો દંડ
મૃતકો અને ઘાયલોના પરિવારને વળતર ચૂકવવાનો આદેશ
આ ચુકાદાને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કન્ફર્મેશન માટે મોકલ્યો હતો, જ્યારે દોષિતોએ પણ સજા સામે અપીલ કરી હતી.
ફાંસીની સજાના દોષિતો
ઝાહિદ ઉર્ફે જાવેદ કુતુબુદ્દીન શેખ, ઇમરાન ઇબ્રાહિમ શેખ
ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ
શમ્સુદ્દીન ઉર્ફે શમ્સુ શહાબુદ્દીન શેખ
ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ અબ્દુલસલીમ અન્સારી
મોહમ્મદ આરિફ મોહમ્મદ ઇકબાલ કાગઝી
મોહમ્મદ ઉસ્માન ઉર્ફે ઉસ્માન મોહમ્મદ અનીસ અગરબત્તીવાળા
યુનુસ મોહમ્મદભાઈ મન્સૂરી
કમરુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અબ્દુલ્લા ચાંદમોહમ્મદ નાગોરી
આમિલ પરવેઝ ઉર્ફે સિકંદર કાજી સૈફુદ્દીન શેખ
શિબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ
સફદરહુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઇકબાલભાઈ જહીરુદ્દીન ઉર્ફે જહરુલહસન નાગોરી
હાફિઝહુસૈન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન
મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સૂરી
અબુબસર ઉર્ફે મુફ્તિ ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબ્દુલ્લા અબુબકર શેખ
અબ્બાસ ઉમર સામેજા
જાવેદ અહેમદ સાદિર અહેમદ શેખ (સૈયદ)
મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજિક ઉર્ફે મુસાફ ઉર્ફે ફુરકાન મોહમ્મદ ઇશાક મન્સૂરી
અફઝલ ઉર્ફે અફસર ઉર્ફે રાજા ઉર્ફે અજિત સિંહ ઉર્ફે સંજય પાંડે ઉર્ફે ઉસ્માની મુતલિબ ઉસ્માની
મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ બદર ઉર્ફે લાદાન બદરૂદ્દીન શેખ ઉર્ફે જુમ્મન શેખ
આસિફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ
મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા
કયામુદ્દીન ઉર્ફે મૂસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્દુલ કાદિર ઉર્ફે રિઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા
મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શર્મા ઉર્ફે કેરીસેવા સદાબ અહેમદ શેખ
ઝિશાન અહેમદ એહસાનઅહેમદ શેખ
જિયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રહેમાન મુસ્લિમ
મોહમ્મદ શકીલ ઉર્ફે શકીલ યામીનખાન લુહાર
મોહમ્મદ અકબર ઇસ્માઇલ ચૌધરી ઉર્ફે સઈદ
ફઝલ-એ-રહેમાન ઉર્ફે સલાઉદ્દીન ઉર્ફે રફીક મુસદ્દિકખાન દુરાની
અહેમદબાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી
સરફુદ્દીન ઉર્ફે શરીફ એટ સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલસત્તાર ઉર્ફે સલીમ
સૈફ-ઉર-રહેમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલરહેમાન અન્સારી
સાદુલી ઉર્ફે હારિસ અબ્દુલકરીમ મુસ્લિમ
મોહમ્મદ તનવીર ઉર્ફે તલ્હા મોહમ્મદ અખ્તર પઠાણ
આમીન ઉર્ફે રાજા અયુદ નાઝિર શેખ
મોહમ્મદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દુલ શકુરખાન
મોહમ્મદ રફીક ઉર્ફે જાવિદ ઉર્ફે આલમઝેબ અફ્રિદી મસ્કુર અહેમદ
તૌસીફખાન ઉર્ફે અતીક સગીર અહેમદખાન પઠાણ
કેસનો આગામી તબક્કો
હવે સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાં જશે, જ્યાં હાઈકોર્ટના ચુકાદાને પડકારવામાં આવશે. આગામી ત્રણ મહિના દરમિયાન આ કેસની કાનૂની કાર્યવાહી પર દેશભરની નજર રહેશે.
આ પણ વાંચો:Ahmedabad Serial Blast Caseમાં સુનાવણી પૂર્ણ, 18 ફેબ્રુઆરીના રોજ કોર્ટ સજા સંભળાવશે
આ પણ વાંચો:Ahmedabad Serial Blast Caseમાં આજે કોર્ટમાં સુનાવણી,દોષિતોને મળશે આકરી સજા
