Not Set/ મગહર પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી, કબીર એકેડમીનો કર્યો શિલાન્યાસ

ઉત્તર પ્રદેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં સંત કબીરની નગરી કબીર નગરમાં પહોચ્યા છે. મગહર પહોચીને એમણે સૌથી પહેલા કબીરને નમન કર્યા અને એમની સમાધિ પર ચાદર ચડાવી હતી. PM Modi lays foundation stone of Kabir Academy at Maghar, Uttar Pradesh. Watch at https://t.co/d7oKVv4Jp7 #PMInMaghar pic.twitter.com/Lz8Ldecztq — BJP (@BJP4India) June 28, 2018 જણાવી દઈએ […]

Top Stories India

ઉત્તર પ્રદેશ,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં સંત કબીરની નગરી કબીર નગરમાં પહોચ્યા છે. મગહર પહોચીને એમણે સૌથી પહેલા કબીરને નમન કર્યા અને એમની સમાધિ પર ચાદર ચડાવી હતી.

જણાવી દઈએ કે આજે કબીરનો 620મો પ્રગટ્ય દિવસ છે. પીએમ મોદીએ અહી કબીર એકેડમીના મોડલનો પ્રવાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અહી સંત કબીર એકેડમીની આધારશીલા રાખી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રધાનમંત્રી સાથે હતા.

ભાજપ આને 2019ની લોકસભા ચુંટણી પ્રચારની શરૂઆતના રૂપમાં જોઈ રહ્યું છે. ગોરખપુરમાં ભારે વરસાદના કારણે પીએમના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો હતો.

https://twitter.com/ANINewsUP/status/1012204968831520769

આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીના પ્રવાસના એક દિવસ પહેલા મગહર જઈને તૈયારીઓની જાણકારી મેળવી હતી. યોગી કબીરની મજાર પર પણ ગયા હતા. મજાર પહોચવા પર ત્યાના સંરક્ષકે એમને કબીર ટોપી પહેરાવવાની કોશિશ કરી હતી. જોકે, યોગીએ ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો.