Not Set/ અમદાવાદના નિકોલમાં ભેખડ ધસી પડતા 4 મજૂરો દટાયા, ત્રણના મોત

અમદાવાદ: શહેરના નિકોલમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટમાં ભેખડ ધરાશાયી થવાની ઘટના બની હતી. દુર્ભાગ્યે આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત નીપજ્યા છે જયારે એક મજૂર ઈજાગ્રસ્ત થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ ભેખડ ધસી પડતા […]

Top Stories Ahmedabad Gujarat Trending
Four workers were cliff down in Ahmedabad, three killed

અમદાવાદ: શહેરના નિકોલમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટમાં ભેખડ ધરાશાયી થવાની ઘટના બની હતી. દુર્ભાગ્યે આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત નીપજ્યા છે જયારે એક મજૂર ઈજાગ્રસ્ત થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ ભેખડ ધસી પડતા કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરી રહેલા ચાર મજૂરો દટાયા હતા.

આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી કરી હતી. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના મોત નીપજતા હોવાની વિગતો સામે આવી છે. જેના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના અંગે નિકોલ વિસ્તારમાં આવેલ કલ્પ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બની હતી. અહી ચાલી રહેલી કન્સ્ટ્રકશન કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતા ચાર મજુર દટાઈ ગયા હતા.

જો કે ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને ચારેય મજૂરોને બહાર કાઢ્યા હતા. જેમાં ત્રણના મોત નીપજ્ય હતા. જયારે એક મજુરને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.