Israel Hamas Conflict/ IDFએ હમાસની સૌથી મોટી ટનલ શોધી કાઢવાનો કર્યો દાવો,જુઓ વીડિયો

ઈઝરાયેલ આર્મી (IDF) એક વિશાળ ટનલની શોધ કરી  છે. IDFએ દાવો કર્યો છે કે આ હમાસની સૌથી મોટી ટનલ સિસ્ટમ છે.

Top Stories World

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ આર્મી (IDF) એક વિશાળ ટનલની શોધ કરી  છે. IDFએ દાવો કર્યો છે કે આ હમાસની સૌથી મોટી ટનલ સિસ્ટમ છે. IDF એ રવિવાર (17 ડિસેમ્બર) ના રોજ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઉજાગર: હમાસની સૌથી મોટી આતંકી સુરંગ મળી આવી છે.” આ વિશાળ ટનલ સિસ્ટમ ચાર કિલોમીટર (2.5 માઇલ) સુધી વિસ્તરે છે.

IDF એ દાવો કર્યો છે કે ટનલનું પ્રવેશદ્વાર એરેઝ ક્રોસિંગથી માત્ર 400 મીટરના અંતરે છે અને ગઝાના લોકો દરરોજ ઇઝરાયેલમાં કામ કરવા અને ઇઝરાયેલની હોસ્પિટલોમાં સારવાર લેવા માટે તેનો ઉપયોગ કરે છે. IDF અનુસાર, આ ટનલ સિસ્ટમ હમાસના નેતા યાહ્યા સિનવારના ભાઈ અને હમાસની ખાન યુનિસ બટાલિયનના કમાન્ડર મોહમ્મદ સિનવારની આગેવાની હેઠળનો પ્રોજેક્ટ હતો.