Surat News/ સુરતથી બંગાળ સુધી ભાજપની મોટી ચાલ, 5000 મતદારોને મફત ટ્રેન સુવિધા

મમતા બેનર્જી (Mamata Banerjee) સામે ચૂંટણી જંગમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે સુરતમાંથી 5000 બંગાળી મતદારોને મફતમાં પશ્ચિમ બંગાળ મોકલવાની ભાજપ (BJP)ની યોજના. ચૂંટણીમાં આ વ્યૂહરચના કેટલો ફેરફાર લાવશે? વાંચો સંપૂર્ણ સ્ટોરી.

Top Stories Gujarat Surat Breaking News
Mamata Banerjeeને ટક્કર આપવા BJPની અનોખી યોજના

Surat News: મમતા બેનર્જી (Mamata Banerjee) સામે ચૂંટણી જંગમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે Bharatiya Janata Party (BJP) હવે પરંપરાગત રાજકીય સીમાઓને પાર કરી નવી વ્યૂહરચનાઓ અપનાવી રહી છે. આ વખતે પાર્ટીએ નજર ગોઠવી છે હજારો કિલોમીટર દૂર આવેલા ગુજરાતના સુરત શહેરમાં વસતા બંગાળી મતદારો પર.

સુરત બન્યું વ્યૂહરચનાનું કેન્દ્ર

ગુજરાતના સુરતમાં મોટી સંખ્યામાં બંગાળી સમાજ વસે છે, ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ (Diamond and textile industry) સાથે જોડાયેલા કારીગરો. અંદાજે 2.5 લાખ જેટલા બંગાળી લોકો અહીં રહે છે, જે પોતે એક મોટો મતબેંક બની શકે છે. ચૂંટણી (Election) દરમિયાન ઘણા શ્રમિકો પોતાના વતન જઈ શકતા નથી, ખાસ કરીને ટિકિટના ખર્ચ અને રિઝર્વેશનની સમસ્યાઓને કારણે. આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને ભાજપે એક નવી પહેલ શરૂ કરી છે.

Election

મફત ટ્રેન સુવિધા: 5000 મતદારોને મોકલવાની યોજના

સુરત ભાજપ (BJP) કાર્યાલય અને ‘સુરત બંગાળી સમાજ’ના સહયોગથી ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત  કુલ 4 સ્પેશિયલ ટ્રેનોનું આયોજન,આશરે 5000 નોંધાયેલા મતદારોને મફતમાં પશ્ચિમ બંગાળ મોકલવાની વ્યવસ્થા, મુસાફરીનો તમામ ખર્ચ પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવશે. આ યોજના ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના શ્રમિકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

કડક ચકાસણી: 1500 ફોર્મ રદ

આ સુવિધાનો લાભ માત્ર યોગ્ય અને નોંધાયેલા મતદારોને મળે તે માટે કડક પ્રક્રિયા અપનાવવામાં આવી,મતદાર યાદી અને દસ્તાવેજોની ચકાસણી,અપૂર્ણ અથવા અપડેટ ન હોય તેવા વોટિંગ કાર્ડ ધરાવતા અરજદારોને બહાર રાખવામાં આવ્યા.

અંદાજે 1200થી 1500 ફોર્મ રદ

આથી અભિયાનની પારદર્શિતા જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Mamata Banerjee સામે ‘ગેમ ચેન્જર’ તરીકે શ્રમિક વર્ગ

ભાજપનો માનવો છે કે સુરતથી જતા આ હજારો મતદારો માત્ર મતદાન જ નહીં કરે, પરંતુ પોતાના પરિવાર અને ગામમાં પણ પ્રભાવ પાડી શકે છે. પાર્ટીનો અંદાજ છે કે, 5000 લોકો સીધી અસર કરશે.તેમના પરિવાર અને સંપર્કો દ્વારા 10થી 12 લાખ મત પર આડકતરી અસર પડી શકે.

Mamata Banerjee

સામાજિક જોડાણથી રાજકીય અસર

સુરત બંગાળી સમાજના સંગઠનો આ અભિયાનમાં સક્રિય રીતે જોડાયા છે. તેમના મતે, બંગાળમાં વિકાસ માટે પરિવર્તન જરૂરી છે અને સુરતમાં મળેલી તક જેવી પ્રગતિ ત્યાં પણ થવી જોઈએ.

સમર વેકેશન સાથે રાજકીય ગણિત

ઉનાળાની રજાઓ દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડ રહેતી હોય છે, જેના કારણે ટિકિટ મળવી મુશ્કેલ બને છે. ભાજપે આ પરિસ્થિતિને પોતાના પક્ષમાં વાળતા શ્રમિકોની વતન જવાની ઈચ્છા અને રાજકીય લક્ષ્ય બંનેને એકસાથે જોડ્યા છે.


આ પણ વાંચો:વિદ્યાર્થિની પર બળાત્કાર કેસમાં Mamata Banerjeeના નિવેદન પર ભાજપે ઉઠાવ્યા સવાલો

આ પણ વાંચો:દુર્ગાપુર બળાત્કાર કેસમાં Mamata Banerjeeએ કહ્યું છોકરીઓને રાત્રે બહાર જવા ન દેવું જોઇએ

આ પણ વાંચો:કાયદા સાથે ન રમો, ધર્મ એટલે…’, હિંસા પછી શાંતિ જાળવવા મુખ્યમંત્રી મમતા બેનર્જીની અપીલ