Dharm & Bhakti: 2 એપ્રિલે અર્થાત્ આજે હનુમાન જયંતિ (Hanuman Jayanti 2026, 2 April) છે અને આ પર્વ રામચરિતમાનસ અને હનુમાન ચાલીસા જેવા ગ્રંથોના ઉલ્લેખ વિના બિલકુલ અધૂરું છે.

હનુમાન જયંતિ (Hanuman Jayanti 2026)
હનુમાન જયંતિના દિવસે બજરંગબલી પ્રત્યે પોતાની ગહન આસ્થા પ્રગટ કરવા માટે લોકો આ પવિત્ર ગ્રંથોનું પઠન કરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે મહાન કવિ ગોસ્વામી તુલસીદાસજી (Goswami Tulsidasji)એ કઇ પરિસ્થિતિઓમાં હનુમાન ચાલીસાની રચના કરી હતી? આજે હનુમાન જયંતિના આ શુભ અવસર પર એની કથા જાણીએ…
અકબરની જેલમાં લખાઇ હતી હનુમાન ચાલીસા
લોક માન્યતાઓ અનુસાર, હનુમાન ચાલીસા (Hanuman Chalisa) લખવાની પ્રેરણા તુલસીદાસજીને મુઘલ સમ્રાટ અકબર (Mughal Emperor Akbar)ના કેદખાનામાં મળી હોવાનું કહેવાય છે. આ કહાણી મુજબ, એકવાર, અકબરે તુલસીદાસજીને પોતાના દરબારમાં બોલાવ્યા અને પોતાના લેખનના ચમત્કાર બતાવવા માટે કહ્યું પરંતુ તુલસીદાસજીએ વિનમ્રતાપૂર્વક એમ કરવા માટે ના પાડી દીધી. આ સાંભળીને અકબરે ક્રોધિત થઇને તુલસીદાસના કેદખાનામાં નાખવાનો આદેશ આપ્યો!

અકબરના કેદખાનામાંથી બહાર આવવા માટે હવે તુલસીદાસજી પાસે કોઇ જ રસ્તો બચ્યો ન હતો. ત્યારે એમના હૃદયમાં એવો વિશ્વાસ જાગ્યો કે એકમાત્ર સંકટમોચન હનુમાનજી જ એમને આ મુસીબતમાંથી બચાવી શકશે. ત્યારે જ તુલસીદાસજીએ હનુમાન ચાલીસા લખવાનો સંકલ્પ લઇ લીધો! તુલસીદાસજીએ પૂરા 40 દિવસો સુધી ભક્તિમાં લીન થઇને હનુમાન ચાલીસાની રચના કરી અને એ સ્વયં પણ એનો પાઠ કરતા રહ્યાં.
એવું કહેવાય છે કે હનુમાન ચાલીસા પૂર્ણ થતા જ 40 દિવસ બાદ અચાનક વાંદરાઓ (Monkeys)એ અકબરના દરબાર પર હુમલો કરી દીધો હતો! આથી અકબરના મહેલ અને પરિસરને ઘણું જ નુકસાન થયું. આથી અકબર સમજી ગયો કે તુલસીદાસમાં અવશ્ય કોઇ દિવ્ય શક્તિ છે અને એણે તરત જ પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે તુલસીદાસજીને કારાગૃહમાંથી સત્વરે મુક્ત કરવામાં આવે!

તુલસીદાસજી કોણ હતા?
ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ વર્ષ 1532માં ઉત્તર પ્રદેશના રાજાપુર (Rajapur, UP) ગામમાં થયો હતો. બાળપણમાં એમનું નામ રામબોલા હતું. પરંતુ એક ઘટનાએ અચાનક એમનું જીવન બદલી નાખ્યું. ત્યાર બાદ એ ભગવાન રામ અને હનુમાનના મોટા ભક્તના રુપે ઓળખાયા. એમની આધ્યાત્મિક યાત્રા એ સમયે શરુ થઇ જ્યારે એમણે વરાહ ક્ષેત્રમાં રામકથા અંગે સાંભળ્યું. ત્યાર બાદ, એમણે સાંસારિક જીવનનો ત્યાગ કરીને સંતત્વનો માર્ગ અપનાવ્યો અને રામચરિતમાનસ અને હનુમાન ચાલીસા જેવા પવિત્ર ગ્રંથોની રતના કરી હતી.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: હનુમાન જયંતિના પાવન પર્વ પર મંગળ રચશે દુર્લભ સંયોગ…આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!
આ પણ વાંચો: દેવા અને ગરીબીમાંથી મળી શકે છે છૂટકારો..! રામનવમીએ કરો આ વિશેષ ઉપાયો…
આ પણ વાંચો:
