Dharm & Bhakti: વર્ષ 2026માં શનિ (Shani Grah)ની સ્થિતિમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે. અસ્ત થયેલા શનિદેવ 22 એપ્રિલ 2026 (22 April 2026)ની સવારે 4 વાગીને 49 મિનિટે શનિ મીન રાશિમાં ફરીથી ઉદિત (Shani Uday 2026) થશે.
જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિ ગ્રહ સૌથી વધુ પ્રભાવી ગ્રહોમાં ગણના ધરાવે છે કારણ કે, એ વ્યક્તિને એના કર્મો અનુસાર પરિણામો આપે છે. આ જ કારણે, એને ન્યાયનો પ્રતીક માનવામાં આવે છે. શનિની અસર ભલે ને ધીમે-ધીમે દેખાતી હોય પરંતુ, એને પ્રભાવ આવે છે ત્યારે એ લાંબા સમય સુધી મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.

શનિ એપ્રિલમાં ફરીથી ઉદિત થશે (Shani Uday 2026)
વર્ષ 2026માં શનિ (Shani Grah)ની સ્થિતિમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે. 13 માર્ચ 2026ના રોજ શનિ મીન રાશિમાં અસ્ત થઇ ગયા હતા જેથી એનો પ્રભાવ થોડો ઓછો થઇ ગયો હતો. હવે લગભગ 40 દિવસો પછી 22 એપ્રિલ 2026 (22 April 2026)ની સવારે 4 વાગીને 49 મિનિટે શનિ મીન રાશિમાં ફરીથી ઉદિત (Shani Uday 2026) થશે.
શનિના ઉદયની સાથોસાથ કેટલીયે રાશિઓના જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મક પરિવર્તન આવવાની સંભાવના છે. ખાસ કરીને, કેટલીક રાશિઓ માટે તો આ સમય અત્યંત લાભકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, કઇ-કઇ રાશિઓ (Zodiac Signs) પર શનિદેવની વિશેષ કૃપા વરસશે?

વૃષભ રાશિ
વૃષભ રાશિ (Vrushabh Rashi)ના જાતકો માટે શનિનો ઉદય એક શુભ સંકેત લઇને આવી રહ્યો છે. આ દરમિયાન, લાંબા સમયથી વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે. ઇચ્છાપૂર્તિના યોગ પણ બનશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે. આવકના નવા સ્ત્રોત ખૂલી શકે છએ. આ સાથે જ પરિવાર અને મિત્રોનો સહયોગ પણ પ્રાપ્ત થશે અને જીવનમાં આનંદથી પરિપૂર્ણ વાતાવરણ બનશે.

મિથુન રાશિ
મિથુન રાશિ (Mithun Rashi)ના જાતકો માટે આ સમય મહેનતનું ફળ આપનાર સિદ્ધ થશે. કેરિયરમાં આગળ વધવાના અવસરો પણ પ્રાપ્ત થશે, નોકરીમાં પ્રગતિના સંકેતો મળી રહ્યા છે. તમારા કામની પ્રશંસા થશે, વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. સામાજીક સ્તરે સન્માન વધશે. જો તમે કોઇ પરિવર્તન કરવાનું વિચારી રહ્યાં હો તો સમય અનુકૂળ રહેશે.

સિંહ રાશિ
સિંહ રાશિ (Sinh Rashi)ના જાતકો માટે શનિનું ઉદિત થવું રાહત અને સ્થિરતા પ્રદાન કરશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને કૌટુંબિક સમસ્યાઓ ધીમે-ધીમે સમાપ્ત થઇ શકે છે. માનસિક તણાવ પણ ઓછો થશે અને જીવનમાં સંતુલન મહેસૂસ થશે. આ સમય તમને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરનારો સાબિત થશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: અખંડ જ્યોતિનું રહસ્ય…આ શક્તિપીઠમાં વાટ વિના પણ જ્યોત સદીઓથી પ્રજ્વલિત છે..!
આ પણ વાંચો: દેવા અને ગરીબીમાંથી મળી શકે છે છૂટકારો..! રામનવમીએ કરો આ વિશેષ ઉપાયો…
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેત
