Lifestyle/ ઊનના સ્વેટરને ધોયા વિના આ રીતે જીવાત કરો દૂર…જાણો સરળ ક્લિનિંગ ટિપ્સ..!

શિયાળાની ઠંડીમાં ઊનના સ્વેટરને ધોવામાં ઘણી તકલીફ પડે છે. અહિં કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેનાથી તમારા સ્વેટર ધોયા વિના જ ક્લિન થઇ જશે!

Trending Tips & Tricks Lifestyle

Lifestyle: ઋતુએ રંગ બદલ્યો છે અને શિયાળા (Winter)ની ઠંડી વર્તાવા લાગી છે. અત્યારે બધાના ઘરમાં કબાટ, પેટી-પલંગ અને માળીયામાંથી સ્વેટરોની બૅગ અવશ્ય બહાર આવી ગઇ હશે. પરંતુ, ચોમાસા પછી જ્યારે આ બૅગને ખોલીએ ત્યારે ઘણી વાર ભેજના કારણે સ્વેટર અને જેકેટ (Sweater & Jacket)ને તરત ઉપયોગમાં લઇ શકાતા નથી. અમે અહિં તમારા માટે લઇને આવ્યા છીએ કેટલીક ટિપ્સ (Tips) જેને ફૉલો કરીને તમે ધોયા વિના જ ઊનના કપડા (Woolen Cloths)માંથી આ જીવાત (Mites)ને દૂર કરી શકો છો.

ભારતના ઘણા ખરાં રાજ્યોમાં ઠંડીની મોસમ શરુ થઇ ચૂકી છે અને સૂસવાટા મારતા પવન પણ વાઇ રહ્યાં છે. શિયાળામાં ઘરમાં કે ઘરની બહાર નીકળતાં જ ઠંડીથી રક્ષણ આપતા કપડાંની જરુરિયાત મહેસૂસ થાય છે અને લોકો ઊનના બનેલા જાત-જાતના સ્વેટર, મફલર, ટોપી અને જેકેટ પહેરીને પોતાના શરીરનું રક્ષણ કરે છે. પરંતુ આમાં ઘણી વાર એક સમસ્યા ઉત્પન્ન થયેલી જોવા મળે છે અને એ છે જીવાત (Insects)ની! આખું વર્ષ બંધ કબાટ, પેટી-પલંગ અને માળીયામાં રહેલા આ ઊની કપડાંમાં જીવાત લાગેલી જોવા મળે છે. આ માટે લોકોને જાડાં-જાડાં સ્વેટરો ધોવા પડે છે અને ઠંડીની સિઝનમાં એને ધોવા (Washing)માં ઘણી તકલીફ પડે છે. અહિં તમને આ તકલીફથી છૂટકારો મળે એવી કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેનાથી તમારા સ્વેટર ધોયા વિના જ ક્લિન (Clean) થઇ જશે!

ધોયા વિના જ સ્વેટરમાંથી જીવાત દૂર કરવાની ક્લિનિંગ ટિપ્સ (Cleaning Tips)

1. લીંબુ કે સંતરાની છાલ

સ્વેટરોમાંથી જીવાત દૂર કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. સૂકા લીંબુ કે સંતરાની છાલ (Dry Lemon Peel or Dry Orange Peel)ને ઊની કપડાંની ગડીની વચ્ચે મૂકી દો. એની સ્ટ્રોન્ગ સ્મૅલથી જીવાત દૂર ભાગી જશે.

2. લીમડાના પાન કે લીમડાનું તેલ

ઊનના સ્વેટરમાંથી જીવાત દૂર કરવા માટે તમે લીમડાના પાન કે લીમડાનું તેલ (Neem Oil) ઉપયોગમાં લઇ શકો છો. આ માટે ઊનના સ્વેટરોની ગડી વાળીને વચ્ચે-વચ્ચે સૂકા લીમડાના પાંદડા મુકી દેવા. આ ઉપરાંત તમે બજારમાં તૈયાર મળતા લીમડાના તેલમાં રુનાં પૂમડાં બોળીને, નિચાવ્યાં બાદ એમને કપડાની વચ્ચે મૂકી શકો છો. લીમડાની તીવ્ર વાસથી જીવાતો સ્વેટરમાંથી નીકળીને દૂર ભાગી જશે.

3. કપૂર અથવા લવંડર સૅશે

વુલન કપડાં જ્યાં રાખ્યા હોય ત્યાં કબાટમાં કપૂર (Camphor)ની ગોળીઓ કે પછી લવંડરના સૅશે (Lavender Sachet) મૂકી દેવા. આનાથી કેવળ જીવાત જ દૂર નહિં થાય પરંતુ, સ્વેટરોમાં સુગંધ પણ વ્યાપી જશે!

4. લવિંગ અથવા કૉફી પાઉડર

વુલન કપડાંમાં જીવાતની સમસ્યા દૂર કરવા માટે લવિંગ અથવા કૉફી (Coffee Powder or Clove)નો નુસખો પણ અસરકારક છે. આ માટે થોડોક કૉફી પાઉડર અથવા લવિંગ લઇને એક કાપડના નાના પાઉચમાં મૂકીને એ પાઉચ કે પોટલીને ઊની કપડાંની વચ્ચે મૂકી દેવી. આ બંને વસ્તુઓની વાસ જીવાતથી સહન નહિં થાય અને એ દૂર ભાગશે.

5. વિનેગર સ્પ્રે

સમાન માત્રામાં પાણી તથા સફેદ સરકો (White Vinegar) લઇ એક સ્પ્રે બોટલમાં મિક્સ કરી લો અને એનાથી ઊનના સ્વેટરોની ઉપર હળવો છંટકાવ કરો. વિનેગરથી જીવાત ભાગે છે અને કપડાંની દુર્ગંધ (Smell) પણ દૂર થાય છે.

નોંઘ: સ્વેટર, જેકેટ, ટોપી કે મફલર વગેરેને વાપરતાં પહેલાં એક-બે કલાક તડકામાં તપાવી લેવા. આમ કરવાથી ઊનના કપડાંમાંથી ભેજ અને સ્મૅલ પણ દૂર થઇ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો: ઘરની ભીંતો પર ફૂગ જામવાથી થઇ શકે છે જોખમી બીમારીઓ, જાણીએ મોલ્ડ એલર્જી અને બચાવની ટિપ્સ…

આ પણ વાંચો: વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…