@માનસી પટેલ,અમદાવાદ
અભિયમ હેલ્પ લાઇન દ્વારા રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવે છે આ હેલ્પ લાઈનનમાં કોઈપણ વ્યક્તિ કોલ.કરે તો પહેલા તેની રજુઆત સાંભળવામાં આવે છે જો કોલ પર કાઉન્સેલિંગ કરી મામલો થાળે પડતો હોય તો તે રીતે સમજાવવામાં આવે છે જો જરૂર જણાય તો સ્થળ પર વાહન મોકલી રેસ્ક્યુ કે સમાધાન ની કામગીરી કરવામાં આવતી હોય છે
જેમાં જિલ્લા મુજબ જો વાત કરીએ તો
અમદાવાદ માં 119872 કોલ મળ્યા જ્યારે 21819 સ્થળ પર વાન મોકલી કામગીરી કરવામાં આવી છે…
જ્યારે અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો 13835 કોલ મળ્યા જેની સામે 2904 સ્થળ પર વાન મોકલી ને કામગીરી કરવામાં આવી તો અરવલ્લી માં 10212 કોલ મળ્યા જેની સામે 2516 સ્થળ પર વાન મોકલી હતી અને મહિલાની મદદ કરવામાં આવી હતી બનાસકાંઠા માં 25825 કોલ મળ્યા હતા જેની સામે 2891 જગ્યા પર વાહન મોકલી આપવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં 19813 કોલ મળ્યા હતા જેની સામે 4151 સ્થળ પર વાન મોકલવામાં આવ્યું હતું તો ભાવનગર માં 34877 કોલ મળ્યા હતા જેની સામે 7202 સ્થળ પર વાહન મોકલી ને કામગીરી કરવામાં આવી હતી બોટાદ જિલ્લામાં 9251 કોલ મળ્યા અને 2489 સ્થળ પર વાહન મોકલ્યું હતું છોટા ઉદેપુર 8711 કોલ મળ્યા અને 2041 સ્થળ પર વાહન મોકલ્યું હતું તો દાહોદ માં 15016 કોલ મળ્યા હતા 3094 સ્થળ પર વાહન મોકલી કામગીરી કરવામાં આવી હતી દ્વારકા જિલ્લામાં 7362 કોલ મળ્યા અને 1815 સ્થળ પર વાહન મોકલ્યું હતું ગાંધીનગર માં 15284 કોલ મળ્યા અને 3075 સ્થળ પર વાહન મોકલી કામગીરી કરવામાં આવી હતી ગીર સોમનાથ 13025 કોલ મળ્યા અંર 2929 સ્થળ પર વાહન મોકલ્યું હતું જામનગરજિલ્લામાં 20951 કોલ મળ્યા અને 5181 સ્થળ કામગીરી થઈ હતી જૂનાગઢ 23619 કોલ મળ્યા અને 6085 સ્થળ પર વાહન મોકલી કામગીરી કરવામાં આવી હતી ખડા 18136 કોલ મળ્યા અને 3851 સ્થળ કામગીરી કરાઈ હતી કચ્છ 31862 કોલ મળ્યા હતા અને 6873 સ્થળ કામગીરી થઈ હતી મહેસાણા જિલ્લામાં 17513 કોલ મળ્યા અને 3352 સ્થળ પર વાહન મોકલવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લામાં 11830 કોલ મળ્યા અને 2854 સ્થળ પર વાહન મોકલ્યા હતા મોરબી જિલ્લામ 13319 કોલ મળ્યા અને 3187 સ્થળ પર વાહન મોકલ્યા હતા નર્મદા 7132 કોલ મળ્યા અને 2008 સ્થળ પર વાહન મોકલવામાં આવ્યું હતું નવસારી 14733 કોલ મળ્યા અને 3815 સ્થળ પર વાહન મોકલવામાં આવ્યું હતું પાંચ મહેલ 28583 કોલ મળ્યા અને 5305 સ્થળ પર વાહન મોકલ્યું હતું પાટણ 12209 કોલ મળ્યા જ્યારે 2610 સ્થળ પર વાહન મોકલ્યું હતું પોરબંદર જિલ્લામાં 8233 કોલ મળ્યા અને 2363 સ્થળ પર વાહન મોકલ્યું હતું રાજકોટ જિલ્લામાં 59341 કોલ મળ્યા અને 14444 સ્થળ પર વાહન મોકલવાની ફરજ પડી હતી સાબરકાંઠા જિલ્લામાં 16636 કોલ મળ્યા અને 3944 સ્થળ પર વાહન મોકલ્યા હતા સુરતમાં 62921 કોલ મળ્યા અને 13345 સ્થળ પર વાહન મોકલવાની જરૂર પડી હતી સુરેન્દ્રનગર માં 16588 કોલ મળ્યા અને 3286 સ્થળ પર વાહન મોકલ્યું હતું તાપી જિલ્લામાં 9026 કોલ મળ્યા અને 2439 સ્થળ પર વાહન મોકલાયું ડાંગ જિલ્લામાં 2347 કોલ મળ્યા અને 779 સ્થળ પર વાહન મોકલાયું હતું વડોદરા જિલ્લામાં 73382 કોલ મળ્યા અને 15765 સ્થળ પર વાહન મોકલ્યું હતું વલસાડ કુલ 11006 કોલ મળ્યા અને 2611 સ્થળ પર વાહન મોકલ્યું હતું આમ કુલ 181 હેલ્પ લાઇન ને 825081 કોલ મળ્યા જેમાં 165359 સ્થળ પર વાહન મોકલી કામગીરી કરવામાં આવી હતી
આ હેલ્પ લાઇન દ્વારા જરૂર પડે સ્થળ પર વાહન મોકલી કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં રેસ્ક્યુ કરવું સમાધાન કરાવવું આમ હેલ્પ લાઇન મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે
181 અભયમ મહિલા હેલ્પ દ્વારા કેટલા મહિલાઓના કોલ આવ્યા અને કેટલી મહિલાઓનું રેસ્ક્યુ કરાયું
સાલ – કુલ કોલ – મહિલાઓનું રેસ્ક્યુ કરાયું
2014 – 13, 490 – 841
2015 – 81300- 17200
2016 – 1,11,547 -26,184
2017 – 1,22,094- 24015
2018 – 1, 63,398- 30416
2019 – 1, 68, 345- 32586
2020 – 1, 36, 654- 29626
2021 ( માર્ચ ) – 28, 253- 5441
સમગ્ર ગુજરાતમાં 2017 બાદ 2021ના ચાલુ વર્ષથી મહિલાઓ સામે છેડતી, ઘરેલુ હિંસા જેવી તમામ સમસ્યાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 181 અભયમ શરૂ થયું ત્યારથી 2019માં સૌથી વધુ મહિલાઓના કોલ આવ્યા હતા. તેમાંથી 32, 586 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 2018માં બીજા નંબરે 1, 63,398 મહિલાઓના હેલ્પ લાઈનમાં કોલ આવ્યા હતા જેમાંથી 30, 416 મહિલાઓનું રેસ્ક્યુ કરીને બચાવી હતી. ત્રીજા નંબરે 2020માં 1, 26, 654 મહિલાઓ હિંસા સહિતની સમસ્યાનો ભોગ બની હતી અને આટલી મહિલાઓના કોલ આવ્યા હતા જેમાંથી 29,626 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે સૌથી ઓછા કોલ અભયમને 2014, 2015 અને 2016માં મળ્યા હતા.
