Gujarat Rainfall/ રાજ્યમાં 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ

મેઘરાજાએ થોડા દિવસના વિરામ બાદ ફરી બેટિંગ શરૂ કરી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: મેઘરાજાએ થોડા દિવસના વિરામ બાદ ફરી બેટિંગ શરૂ કરી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો. આજે બુધવારે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ વરસાદના આંકડા અનુસાર, મંગળવારે સવારે 6 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ પછી ભરૂચના વાલિયામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ વરસાદના આંકડા અનુસાર, મંગળવારે સવારે 6 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 25 તાલુકા એવા હતા જ્યાં 1 ઈંચથી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવાામાં આવી છે. જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. આજે બનાસકાંઠા, પાટણ, મેહસાણામાં વરસાદ જોવા મળી શકે. જ્યારે દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળા છવાયા છે. સંભવત બંને વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે.

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ઓફ શૉર ટ્રફ,સાયક્લોનિક સર્ક્યુલેશ અને ડિપ્રેશનના કારણે હજુ પણ વરસાદ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,વડોદરા,પંચમહાલ અને  નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ,સુરત,વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગે કરી વરસાદની નવી આગાહી, આ જીલ્લાઓમાં અપાયું એલર્ટ

આ પણ વાંચો: આગામી 5 દિવસ સાચવજો ગુજરાતીઓ! હવામાન વિભાગે જાહેર કરી દીધી આગાહી

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા રહેશે ધોધમાર વરસાદ