Not Set/ ગાંધીનગર : બિનઅનામત વર્ગ મામલે ડે.સીએમએ આપ્યું નિવેદન

ગાંધીનગર, ગાંધીનગરમાં બિનઅનામત વર્ગ મામલે ડે.સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યુ હતુ. ઉચ્ચ અભ્યાસ પરદેશમા અભ્યાસ માટેની 4.50ની આવક મર્યાદા 6 લાખ કરાયી. સ્કીમનો લાભ લેવા અભ્યાસ ગુજરાતમાં જ કરવો તેવો નિયમ હતો હવે અન્ય રાજ્યમા રાજ્યકક્ષાની કોલેજોમા અભ્યાસ માટે મળશે. નીતીન પટેલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ફક્ત મેડિકલના અભ્યાસ માટે વિદશ જતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી […]

Top Stories Gujarat

ગાંધીનગર,

ગાંધીનગરમાં બિનઅનામત વર્ગ મામલે ડે.સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યુ હતુ. ઉચ્ચ અભ્યાસ પરદેશમા અભ્યાસ માટેની 4.50ની આવક મર્યાદા 6 લાખ કરાયી. સ્કીમનો લાભ લેવા અભ્યાસ ગુજરાતમાં જ કરવો તેવો નિયમ હતો હવે અન્ય રાજ્યમા રાજ્યકક્ષાની કોલેજોમા અભ્યાસ માટે મળશે.

નીતીન પટેલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ફક્ત મેડિકલના અભ્યાસ માટે વિદશ જતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવતી હતી, હવેથી માત્ર મેડિકલ જ નહી પરંતુ અન્ય અભ્યાસક્રમ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને પણ ઓછા વ્યાજ દરે લોન આપવામા આવશે.

શરત એટલી જ છે કે, વિદ્યાર્થીએ ગુજરાત રાજ્યમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. આ યોજનાનો લાભ ગુજરાત બહાર અન્ય રાજ્યમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ મળશે.

વધુ એક જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિદ્શ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીને ઓછા વ્યાજ દરે લોન આપવા માટે પરિવારની આવક મર્યાદા પહેલા 4 લાખ નક્કી કરવામાં આવી હતી, તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

હવેથી 6 લાખ પરિવારિક આવક મર્યાદા હશે તે વિદ્યાર્થીઓને પણ વિદેશ કે રાજ્ય બહાર અભ્યાસ કરવા માટે ઓછા વ્યાજદરે લોન આપવામાં આવશે.