Not Set/ વાંચો, પીએમ મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે પોતાના ઇન્ટરવ્યુમાં શું કહ્યું ?

નવી દિલ્હી, મંગળવારથી દેશભરમાં ધામધૂમથી નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઇન્ટરવ્યુ દ્વારા દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે. ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું,  #PMtoANI on whether 2019 elections would be anybody vs Modi: It is going to be 'Janta' versus 'gathbandhan'. Modi […]

Top Stories India Trending

નવી દિલ્હી,

મંગળવારથી દેશભરમાં ધામધૂમથી નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઇન્ટરવ્યુ દ્વારા દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે.

ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું, 

૨૦૧૯ની લોકસભા ચૂંટણી જનતા અને ગઠબંધન વચ્ચે લડાશે

આ માત્ર દેશની જનતાની ભાવના અને પ્રેમનો અવાજ છે.

સર્જિકલ સ્ટ્રાઈક :

ANIના ઇન્ટરવ્યુ પીએમ મોદીએ કહી સર્જિકલ સ્ટ્રાઈકની વાત

ઉરી આતંકી હુમલા બાદ કરાઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક

૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ સર્જિકલ સ્ટ્રાઈક અંગે પ્રધાનમંત્રીએ આપ્યો હતો કમાન્ડ

સર્જિકલ સ્ટ્રાઈકની બે વાર બદલવામાં આવી તારીખ

મને સફળતા કરતા જવાનોની ચિંતા હતી

ઓપરેશનમાં એક પણ જવાન શહીદ ન થાય તેનું ધ્યાન રાખવાનું હતું

સમગ્ર ઓપરેશન પર હતી મારી નજર

સૂર્યોદય પહેલા ઓપરશન સમાપ્ત કરીને પાછા આવવાનું હતું

જયારે સફળ ઓપરેશનની વાત મળી ત્યારે ચિંતા દૂર થઇ હતી.

સર્જિકલ સ્ટ્રાઈક હતો ખુબ મોટો પડકાર

હું એ ક્યારેય રાજનૈતિક પડકારો વિષે વિચાર્યું નથી

એક લડતથી પાકિસ્તાન સુધરશે નહિ

પાકિસ્તાનને સુધારવામાં થોડો સમય લાગશે

રામ મંદિરનો મુદ્દો કોર્ટ દ્વારા કાયદો ઘડીને જ લવાશે

ટ્રિપલ તલાકના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અધ્યાદેશ લાવવામાં આવ્યો છે.

રામ મંદિરના મુદ્દે પણ બંધારણના નિયમ મુજબ જ નિર્ણય કરવામાં આવશે.

રામ મંદિરના મુદ્દે હાલ સરકાર અધ્યાદેશ લાવશે નહિ

ઉર્જિત પટેલે વ્યક્તિગત કારણોસર આપ્યું રાજીનામું

ઉર્જિત પટેલે ૬-૭ મહિના પહેલા રાજીનામું આપવાની કહી હતી વાત

પીએમ મોદીએ ઉર્જિત પટેલના રાજીનામાં અંગે ઉઠાવ્યો પડદો

RBIના ગવર્નર તરીકે ઉર્જિત પટેલે કર્યું શાનદાર કામ

નોટબંધી એ જનતા માટે ઝટકો ન હતો

દેશના લોકોને પહેલાથી આપ્યા હતા સંકેત

કાળુંનાણું છે તો તમે સરકાર પાસે જમા કરાવી શકો છો

પીએમ મોદીએ કોંગ્રેસ પર બોલ્યો હુમલો

દેશના એક જ પરિવારની ચાર પેઢીઓએ દેશને ચલાવ્યો છે, પરંતુ હવે તેઓ નાણાની નિયમિતતાના કારણે હવે જમાનતની બહાર છે.

મોદી મેજિક નામની કોઈ વસ્તુ નથી.

કોંગ્રેસ એક વિચારધારા છે એક કલ્ચર છે અને આજ કલ્ચર દેશમાં ફેલ થયું છે. એટલા માટે જ હું કોંગ્રેસ મુક્ત ભારત કહું છું.

દેશમાં કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકા અદા કરવામાં નિષ્ફળ નીવડી છે.

કેટલાક લોકો હંમેશાની માટે શક કરે છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોઈ પાર્ટીને બહુમત મળ્યો નથી.

તેલંગાણા અને મિઝોરમમાં ભાજપે સત્તાનું વિચાર્યું જ ન હતું.

ભાજપ સબકા સાથ સબકા વિકાસનો મંત્ર લઈને ચાલી રહી છે.

ભાજપે દુનિયાનું સૌથી મોટું સંગઠન છે.

વર્ષ ૨૦૧૮ એ સફળતાનું વર્ષ છે.

ચૂંટણી એ માત્ર એક નહિ પણ ઘણા પાસાઓનો ભાગ છે.

સરકારે દેશના ગરીબ લોકોને ૫ લાખ રૂપિયાનો વીમો આપ્યો છે.

આયુષ્માન ભારત યોજના એ વાતનું તથ્ય છે.

આજે હજારોની સંખ્યામાં રોગોથી પીડિતા લોકો આ યોજના હેઠળ સારવાર લઇ રહ્યા છે.

GST : 

GST એ દેશના તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા સર્વસમંતિ પસાર કરવામાં આવેલો નિર્ણય છે.

GST આવતા પહેલા વસ્તુઓ પર ૩૦ થી ૪૦ ટકા છુપો ટેસ્ટ લગાવવામાં આવતો હતો.

આજે હજારોની સંખ્યામાં વસ્તુઓ ૦ ટકાના દરે વેચવામાં આવી રહી છે.

GST કાઉન્સિલ એ દેશના તમામ રાજ્યોની બોડી છે.

જ્યાં ભારત સરકાર પણ એક રાજ્ય છે.

GST કાઉન્સિલમાં ભારત સરકાર અને પોંડિચેરી એક છે.

આજે ઘણીબધી વસ્તુઓ ૫ %, ૧૨ %, ૧૮ ટકાના નીચા GST દરમાં લાવવામાં આવી છે.

GSTના કારણે દેશના નાના વેપારીઓને થોડી તકલીફ પડી છે.

બેન્કના ગોટાળા : 

વિજય માલ્યા અને નીરવ મોદી જ જેવા કૌભાંડીઓ પ્રત્યે અમારી સરકાર સખ્ત હતી એટલા માટે તેઓ દેશ છોડીને ભાગી ગયા.

પરંતુ જો દેશમાં પહેલાની સરકાર હોત તો તે દેશમાં રહીને જ લુંટતા રહ્યા હોત.

દેશમાંથી ચોરાયેલા પૈસા પાછા લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

ખેડૂતોની લોનમાફી એ કોંગ્રેસની રાજ્ય સરકારોનું જૂઠાણું અને ગેરમાર્ગે દોરવાનું છે, જેથી હું તેને લોલીપોપ કહું છું.

અમે તમામ ખેડૂતોની લોન માફ કરી દીધી છે, આ સત્ય એ છે કે એવું કંઈ થયું નથી. કૃપા કરીને તેમના પોતાના પરિપત્ર જુઓ, તેઓ ગેરમાર્ગે દોરે છે.

ટ્રિપલ તલાક અને સબરીમલા મંદિર એ બંને અલગ મુદ્દાઓ છે. દુનિયાના ઘણા મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાકની પરમીશન નથી. જેથી આ માત્ર ધાર્મિક આસ્થાનો જ નહિ, પરંતુ સામાજિક ન્યાય અને દેશની જુદી જુદી જાતિઓ વચ્ચેનો મામલો છે.

દેશના ઘણા મંદિરો છે, જેમાં પુરુષો પ્રવેશ કરી શકતા નથી.