Gandhinagar News: AAP ના પૂર્વ નેતા રાજુ કરપડા આજે (9 એપ્રિલ) બપોરે 12:30 વાગ્યે ભાજપમાં જોડાશે. તેઓ સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ગાંધીનગરમાં ‘કમલમ’ પહોંચશે અને ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે. રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે, આમ આદમી પાર્ટીએ આજે (9 એપ્રિલ) તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. આ આઠમી યાદીમાં વિવિધ પ્રદેશો અને સમુદાયોના યુવાનો, વૃદ્ધો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ સાથે, ભાજપની પહેલી યાદી અને કોંગ્રેસની બીજી યાદી પણ આજે જાહેર થઈ શકે છે.

