Health News/ શું તમે પણ સિગરેટ પીવો છો? નવી સ્ટડીનો દાવો- તમાકુ મગજને સમય પહેલા વૃદ્ધ બનાવી દે છે

એક નવી રિસર્ચ મુજબ Cigarette અને તમાકુનું સેવન મગજને ઝડપથી સિકોડી રહ્યું છે. આનાથી યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા પર કાયમી અસર પડી શકે છે. જાણો કેવી રીતે ધુમાડો તમારા મગજની કોશિકાઓને નષ્ટ કરે છે.

Trending Health & Fitness Lifestyle
Cigarette

Cigarette & Brain Health Study: અત્યાર સુધી આપણે સૌ જાણતા હતા કે સિગરેટ અને ગાંજાનું સેવન ફેફસાં અને હૃદય માટે હાનિકારક છે. પરંતુ તાજેતરમાં થયેલી એક લેટેસ્ટ રિસર્ચમાં એવો ખુલાસો થયો છે જે તમારા હોશ ઉડાવી દેશે. કિંગ્સ કોલેજ લંડન અને યુનિવર્સિટી ઓફ બાથના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, સિગરેટ અને તમાકુનું સેવન તમારા મગજને ઝડપથી સિકોડી (Brain Shrinkage) રહ્યું છે, જેના કારણે યાદશક્તિ અને વિચારવાની શક્તિ ઓછી થઈ રહી છે.

Cigarette

72,000 લોકો પર કરવામાં આવ્યું સંશોધન

વૈજ્ઞાનિકોએ 72,000 થી વધુ લોકો પર કરાયેલી 100 અલગ-અલગ સ્ટડીઝની ઊંડી તપાસ કરી હતી. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે તમાકુ અને ગાંજાનું સેવન આપણા મગજને સમય પહેલા જ ‘ વૃદ્ધ’ બનાવી રહ્યું છે. આ માત્ર એક ખરાબ આદત નથી, પણ તમારા મગજની કામ કરવાની રીતને કાયમી ધોરણે બદલી નાખનારી ચેતવણી છે.

Cigarette

મગજના કયા હિસ્સા પર થાય છે અસર?

રિસર્ચ મુજબ, સિગરેટ (Cigarette) મગજના તે ખાસ ભાગોને નુકસાન પહોંચાડે છે જે લાગણીઓ અને યાદશક્તિને કંટ્રોલ કરે છે:

યાદશક્તિ (Hippocampus): વધુ પડતા તમાકુના સેવનથી મગજનો આ ભાગ સિકોડાઈ જાય છે, જેનાથી વસ્તુઓ યાદ રાખવામાં તકલીફ પડે છે.

નિર્ણય લેવાની ક્ષમતા (Amygdala): ગાંજો કે સિગરેટ પીનારાઓમાં મગજનો આ ભાગ નાનો જોવા મળ્યો છે, જે ડર, ચિંતા અને મુશ્કેલ નિર્ણયો લેવાની ક્ષમતાને કંટ્રોલ કરે છે.

વિચારવાની શક્તિ (Grey Matter): તમાકુના કારણે આખા મગજનું ‘ગ્રે મેટર’ ઓછું થઈ શકે છે, જે આપણી બુદ્ધિશક્તિનો મુખ્ય આધાર છે.

શારીરિક અહેસાસ (Insula): આનાથી ભૂખ, તરસ કે પીડાનો અહેસાસ કરાવતા મગજના ભાગ પર પણ માઠી અસર પડે છે.

જેટલી વધુ Cigarette, તેટલું વધુ જોખમ

સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે તમે જેટલા લાંબા સમય સુધી અને જેટલી વધુ સિગરેટ પીવો છો, મગજ સિકોડાવાનું જોખમ તેટલું જ વધતું જાય છે. ખાસ કરીને તમાકુ મગજની કોશિકાઓ એટલે કે ન્યુરોન્સને નબળા પાડે છે અને ધીમે-ધીમે તેને મારી નાખે છે.

Cigarette

ધૂમાડો મગજને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

જ્યારે તમાકુ (Cigarette)કે ગાંજો સળગે છે, ત્યારે ધુમાડામાં ‘રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીઝ નામના હાનિકારક તત્વો નીકળે છે. આ તત્વો મગજમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને સોજો વધારે છે, જેનાથી મગજની કોશિકાઓ મરવા લાગે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હવે માત્ર કેન્સર જ નહીં, પણ બ્રેઈન હેલ્થ વિશે પણ ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.


આ પણ વાંચો: સવારે ઉઠતાની સાથે જ મોઢું સુકાય છે? જાણો આ પાછળ છુપાયેલા 4 ગંભીર સ્વાસ્થ્ય જોખમો

આ પણ વાંચો :સવારે કેટલા વાગ્યે ચાલવું જોઈએ? જાણો મોર્નિંગ વોકનો સાચો સમય અને જબરદસ્ત ફાયદા

આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!