Dry Mouth Symptoms in Morning: ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ અનુભવ થાય છે કે તેમનું મોઢું અને ગળું એકદમ સુકાઈ ગયું છે. તબીબી વિજ્ઞાનમાં આ સ્થિતિને ‘ઝેરોસ્ટોમિયા’ (Xerostomia) કહેવામાં આવે છે. મોઢામાં લાળનું (Saliva) ઉત્પાદન ઓછું થવાને કારણે આ સમસ્યા સર્જાય છે. લાળ માત્ર મોઢાને ભીનું જ નથી રાખતી, પરંતુ તે પાચનક્રિયા સુધારવામાં અને દાંતને સડતા બચાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. જો તમને પણ રોજ સવારે આવો અનુભવ થતો હોય, તો તેના પાછળ આ કારણો જવાબદાર હોઈ શકે છે.
શરીરમાં પાણીની અછત (Dehydration)
મોઢું ( Mouth) સુકાઈ જવાનું સૌથી સામાન્ય કારણ શરીરમાં પાણીની ઉણપ છે. જ્યારે આપણે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા નથી, ત્યારે લાળ ગ્રંથિઓ (Salivary Glands) પૂરતી લાળ બનાવી શકતી નથી. ખાસ કરીને ગરમીની મોસમમાં અથવા રાત્રે પરસેવો થવાને કારણે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે, જેનાથી સવારે મોઢામાં શુષ્કતા અનુભવાય છે.
મોઢેથી શ્વાસ લેવાની આદત (Mouth Breathing)
જે લોકોને સૂતી વખતે નાકને બદલે મોઢે (Mouth)થી શ્વાસ લેવાની આદત હોય અથવા જેમને નસકોરા (Snoring) બોલાવવાની સમસ્યા હોય, તેમનામાં ‘ડ્રાય માઉથ’ની ફરિયાદ વધુ જોવા મળે છે. મોઢેથી શ્વાસ લેવાને કારણે મોઢાનો કુદરતી ભેજ ઝડપથી સુકાઈ જાય છે, પરિણામે સવારે જીભ અને ગળું અત્યંત શુષ્ક લાગે છે.
ગંભીર બીમારીઓ અને દવાઓની આડઅસર
કેટલીક બીમારીઓ જેમ કે ડાયાબિટીસ (Diabetes) માં વારંવાર તરસ લાગવી અને મોઢું સુકાઈ જવું એ મુખ્ય લક્ષણ છે. આ ઉપરાંત, બ્લડ પ્રેશર, ડિપ્રેશન અથવા એલર્જીની દવાઓ લેતા દર્દીઓમાં પણ આડઅસર તરીકે લાળનું ઉત્પાદન ઘટી જાય છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે, તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
ખરાબ જીવનશૈલી અને ખોટી આદતો
રાત્રિના સમયે ચા, કોફી કે આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાંથી પાણી ઓછું થાય છે. આ ઉપરાંત, ધૂમ્રપાન (Smoking) અને તમાકુના સેવનથી પણ લાળ બનાવવાની ગ્રંથિઓ પર ખરાબ અસર પડે છે. જીવનશૈલીમાં ફેરફાર કરીને અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી આ સમસ્યામાં મોટી રાહત મેળવી શકાય છે.
બચવા માટે શું કરવું?
આખા દિવસ ( Mouth)દરમિયાન ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવો.
રાત્રે સૂતા પહેલા વધુ પડતી ચા (Tea)કે કોફી પીવાનું ટાળો.
જો નાક બંધ રહેતું હોય તો તેની સારવાર કરાવો જેથી મોઢેથી ( Mouth) શ્વાસ લેવાની જરૂર ન પડે.
સવારે ઉઠ્યા પછી નવશેકું પાણી પીવાની ટેવ પાડો.
આ પણ વાંચો:શું તમે જાણો છો તરબૂચમાં કયા વિટામિન્સ હોય છે? ઉનાળામાં આ ફળ ખાવાના ફાયદા જાણીને હેરાન રહી જશો
આ પણ વાંચો :મોંઘા ક્રીમની જરૂર નથી! ઘરે જ બનાવો આ કુદરતી ટોનર્સ અને મેળવો કાચ જેવી ચમકતી ત્વચા
આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!





