Food Recipe/ છઠ પૂજા પર ઠેકુઆને મુલાયમ અને નરમ બનાવવાની ટ્રિક…લોટ બાંધવાના છે આ કળા!

કેટલાક લોકો ઘીનું મોણ ઓછું નાખે છે જેથી ઠેકુઆ (Thekua Recipe) કડક થઈ જાય છે. ઠેકુઆનો સ્વાદ એના લોટ બાંધવાની રીત પરથી ઓછો કે વધારે ટેસ્ટી બનતો…

Trending festival Food Lifestyle
Thekua Recipe...બિહાર special dish....છઠ પૂજા પર બનાવો easy 6 સ્ટેપ્સમાં!

Food Recipe: દિવાળી (Diwali 2026) પછીના આ છઠ મહાપર્વ (Chhath Puja) પર ઠેકુઆનો પ્રસાદ બનાવવામાં આવે છે. જેની રાહ લોકો આખું વર્ષ કરતા હોય છે. આમ તો તમે ક્યારેય પણ ઠેકુઆ (Thekua Recipe) બનાવી શકો છો પરંતુ પ્રસાદ માટે તૈયાર કરવામાં આવતા ઠેકુઆનો સ્વાદ જ અનોખો હોય છે. બિહાર અને ઉત્તર ભારતમાં અનેક પ્રકારે ઠેકુઆ બનાવવામાં આવે છે. કેટલાક લોકો ગોળ વાળા ઠેકુઆ મીઠાઈ બનાવે છે તો કેટલાક ખાંડ વાળા….પરંતુ ઘણી વાર આ ઠેકુઆ કડક બની જાય છે!

કડક પકવાનને ચાવવામાં ઘણી મહેનત થાય છે અને એનાથી સ્વાદમાં પણ મજા આવતી નથી! જો તમારી આ વાનગી કડક બનતી હોય તો અહિં તમને તદ્દન મુલાયમ ઠેકુઆ બનાવવાની વિશેષ ટ્રિક દર્શાવવા જઈ રહ્યાં છીએ, જેનાથી એકદમ ખસતા અને મુલાયમ ઠેકુઆ બનશે. આ રીતે બનેલા ઠેકુઆ મોંમાં મૂકતા જ ઓગળી જશે!

છઠ પૂજાનું મહત્વ (Importance of Chhath Puja)

છઠ પૂજા ભારતવર્ષનું એક મહત્વપૂર્ણ અને પાવન લોકપર્વ છે. આ તહેવારને મુખ્યત્વે બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને નેપાળમાં મનાવવામાં આવે છે. આ પર્વમાં પ્રકૃતિની ઉપાસના કરવામાં આવે છે. એમાં કુદરત, જળ અને સૂર્ય દેવની ઊર્જા પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ એક માત્ર એવું પર્વ છે જ્યાં ડૂબતા સૂર્યની સાથોસાથ ઉગતા સૂર્યની પણ પૂજા કરવામાં આવે છે. આ વ્રત કરનાર પરિવારની મંગલકામનાથી વ્રત રાખે છે અને પોતાના સંતાનનું લાંબુ આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને પરિવારમાં સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

મુલાયમ ઠેકુઆ બનાવવાની ટ્રિક (Soft Thekua Recipe)

ઠેકુઆ વાનગીને મુલાયમ બનાવવા માટે એમાં મોણની માત્રા યોગ્ય રાખવી આવશ્યક છે. કેટલાક લોકો મોણમાં ઘી ઓછું નાખે છે જેથી ઠેકુઆ કડક થઈ જાય છે. ઠેકુઆનો સ્વાદ એના લોટ બાંધવાની રીત પરથી ઓછો કે વધારે ટેસ્ટી બનતો હોય છે. જો પરફેક્ટ લોટ બાંધશો તો ઠેકુઆ મુલાયમ જ બનશે એમાં કોઈ શંકા નથી!

શી રીતે બનાવશો ઠેકુઆ રેસિપી?

ઠેકુઆ રેસિપી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Thekua Ingredients
Thekua Ingredients

સામગ્રી

અડધો કપ ગોળ અથવા ખાંડ

અડધો કપ સોજી

2 કપ ઘઉંનો લોટ

1 નાની ચમચી વરિયાળી

1 મોટો ચમચો સમારેલી બદામ

1 મોટી ચમચી સમારેલી કિશમિશ

2 મોટી ચમચી સૂકા કોપરાનું છીણ

4 વાટેલી ઈલાયચી

1/4 કપ દેશી ઘીનું મોણ

તળવા માટે ઘી અથવા તેલ

લોટ બાંધવા માટે નવશેકું પાણી

Thekua Recipe
Thekua Recipe

બનાવવાની વિધિ

1. ઠેકુઆનો લોટ બાંધવાનો રહેશે. એ માટે લોટ માટેની તમામ સામગ્રીને કોઈ મોટા વાસણમાં નાખો. ઘી (Desi Ghee) પીગાળીને બધુ મોણ ઉમેરી દો. લોટને સારી રીતે મસળીને હાથેથી મિક્સ કરો. જ્યારે લોટને મુઠ્ઠીમાં દબાવવાથી મુઠ્ઠીની જેમ બંધાઈ જાય ત્યારે સમજવું કે મોણ સારી રીતે મિક્સ થઈ ગયું છે.

2. હવે ખાંડ અથવા ગોળને ગરમ પાણીમાં પીગાળી લો. આ ગળ્યા પાણી વડે લોટ બાંધી લો. લોટને બહુ નરમ નહિં પણ થોડો કઠણ જ બાંધવો જેથી ઠેકુઆ ખસ્તા બનશે.

3. આ તૈયાર લોટમાંથી એક લુવો લઇને ઠેકુઆના સંચામાં મૂકીને દબાવી લો. આનાથી ઠેકુઆનો શૅપ બની જશે. તમામ ઠેકુઆ આ જ રીતે બનાવીને તૈયાર કરી લો. તમે ઈચ્છો તો હાથ વડે પણ શૅપ આપી શકો છે અને પછી કાંટાની મદદથી કોઈ ડિઝાઈન બનાવી લેવી.

4, દેશી ઘી અથવા તેલ કડાઈમાં ગરમ કરો. ઘીમાં તળશો તો એનો સ્વાદ ઓર વધી જશે! તમે ઇચ્છો તો અડધું ઘી અને અડધું રિફાઈન્ડ ઓઇલ પણ મિક્સ કરીને વાપરી શકો છો.

5. તેલ કે ઘીને સારું એવું ગરમ કરીને હળવું ઠંડુ થવા દેવું. જ્યારે મીડિયમ ગરમ હોય ત્યારે ગૅસની ફ્લેમને પણ મધ્યમથી ધીમી કરી લેવી.

6. એમાં ઠેકુઆને ઉમેરીને ધીમા તાપે બંને તરફ તળી લો. જ્યારે ઠેકુઆ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે કાઢી લેવા અને થોડી વાર ધાતુની ચાળણી કે જાળી પર રાખવા જેથી એક્ટ્રા ઘી નીકળી જાય. આ જ રીતે તમામ ઠેકુઆ બનાવી લેવા.

તો તૈયાર છે સ્વાદિષ્ટ બિહારી ઠેકુઆ રેસિપી (Thekua Recipe)…જેને ઠંડા કરીને કોઈ એરટાઈટ કન્ટેનરમાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ રીતે ઠેકુઆ બનાવશો તો તદ્દન મુલાયમ અને ખસ્તા બનશે!


આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં મીઠાશ ઘોળો…ઘરે જ બનાવો હલવાઈ જેવા દાણેદાર મોતીચૂરના લાડુ!

આ પણ વાંચો: આ દિવાળીના દિવસે બજારની મીઠાઈને કહો અલવિદા…બનાવો હલવાઈ જેવી મગ દાળની બરફી..!