Beauty Tips/ ચિકન પૉક્સના ડાઘ ચહેરા પરથી શી રીતે હટાવવા? જાણીએ એક્સપર્ટ ડૉક્ટર પાસેથી…

જો ચિકન પૉક્સ થયા બાદ ત્વચા પર કાળા નિશાન (Chicken Pox Scars) રહી ગયા હોય તો મોટાભાગે તો અમુક મહિનામાં એ ધીમે-ધીમે હળવા પડવા લાગે છે….

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Chicken Pox Scars ને શી રીતે દૂર કરવા? જાણો 3 ટિપ્સ..Skin Specialist પાસેથી!

Beauty Tips: ચિકન પૉક્સ અથવા સ્મોલ પૉક્સના કારણે સ્કિન પર નિશાન (Chicken Pox Scars or Small Pox Scars) રહી જાય છે, ખાસ કરીને ચહેરા પર! આને અછબડા અને ઓરી કહેવાય છે. આ નિશાનોનો ઉપચાર એ બાબત પર નિર્ભર કરે છે કે એ કયા પ્રકારના છે? આ નિશાન ચહેરાની સુંદરતા (Beauty)ને બગાડી નાખે છે. કેટલાક લોકોના ચહેરા કે અન્ય ભાગો પર આ નિશાન સોજા આવ્યા બાદ થતા પિગમેન્ટેશનના કારણે બનતા કાળા ડાઘ (Black Scars)ના સ્વરુપે દેખાય છે. જ્યારે કેટલાક લોકોમાં ત્વચાને થતા નુકસાનના કારણે ઊંડા ખાડા અથવા નિશાન પણ બની શકે છે. આ સંજોગોમાં જાણીએ ત્વચા વિશેષજ્ઞ તબીબ પાસેથી કે, આ ચિકન પોક્સના ડાઘ શી રીતે દૂર કરવા?

ચિકન પોક્સના ડાઘ શી રીતે દૂર કરવા? (How to Remove Chicken Pox Scars)

જો ચિકન પૉક્સ થયા બાદ ત્વચા (Skin) પર કાળા નિશાન રહી ગયા હોય તો મોટાભાગે તો અમુક મહિનામાં એ ધીમે-ધીમે હળવા પડવા લાગે છે. આ સંજોગોમાં SPF 30 અથવા એનાથી વધુ બ્રોડ-સ્પેક્ટ્રમયુક્ત સનસ્ક્રીન (Sunscreen) લગાવવું બેહદ જરુરી છે કારણ કે, તડકાના સંપર્કમાં આવવાથી આ નિશાન વધુ ધેરા થઈ શકે છે અને એમને ક્યોર થતા વધુ સમય લાગી શકે છે. ત્વચા વિશેષજ્ઞો વ્યક્તિની ત્વચાના પ્રકાર અને સ્થિતિ અનુસાર, એઝેલાઈક એસિડ, રેટિનૉઈડ અથવા પિગમેન્ટેશન ઓછા કરનારા તત્વોયુક્ત દવાઓ લગાવવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં લાંબા સમયથી ચાલ્યા આવતા ઘેરા પિગમેન્ટેશનના ઉપચાર માટે લેઝર ટ્રીટમેન્ટ (Laser Treatment) પણ આપી શકાય છે.

How to remove Chicken Pox Scars
How to remove Chicken Pox Scars

શું કહેવું છે ત્વચા નિષ્ણાત ડૉક્ટરનું?

જો કે, જ્યારે ચિકન પૉક્સના કારણે ત્વચા પર એટ્રોફિક સ્કાર્સ (Atrophic scars) અર્થાત્ ખાડા કે ઊંડા નિશાન બની જાય છે અને ત્વચાની સપાટી અસમાન બની જાય છે ત્યારે કેવળ ક્રીમ લગાવવાથી એમાં કોઈ ખાસ સુધારો નથી આવતો. આ સંજોગોમાં નિશાન કેટલા ઊંડા છે અને એની પ્રકૃતિ કેવી છે એના આધારે માઇક્રોનીડલીંગ રેડિયોફ્રિક્વન્સી, ફ્રેક્શનલ લેઝર રિસર્ફેસિંગ (Micro needling Radiofrequency, Fractional Laser Resurfacing) અને અન્ય સ્કાર રિવિઝન પ્રક્રિયાઓ કરાવવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રક્રિયાઓ ત્વચામાં કોલેજન (Collagen)ના નિર્માણને ઉત્તેજન આપે છે અને એની બનાવટમાં સુધારો લાવવામાં મદદ કરે છે. યોગ્ય ઉપચારથી એટ્રોફિક સ્કાર્સનું દેખાવાનું ઘણી હદ સુધી ઓછું કરી શકાય છે.

કેટલાક કિસ્સાઓમાં આ પ્રક્રિયાઓ દ્વારા લગભગ 60-80 ટકા સુધી સુધારો જોવા મળે છે. જો કે, એનું પરિણામ નિશાનોની ગહેરાઈ, ત્વચાના પ્રકાર અને ઉપચાર પ્રત્યે વ્યક્તિની પ્રતિક્રિયા પર નિર્ભર કરે છે.

How to remove Chicken Pox Scars.
How to remove Chicken Pox Scars.

શું ન કરવું જોઈએ?

ત્વચા પર બનેલા નિશાનોમાં વારંવાર સ્પર્શ કરવાથી, ખંજવાળવાથી અને એને ખોતરવાથી બચવું. આ ઉપરાંત, લીંબુનો રસ (Lemon Juice), સ્ક્રબ અથવા અન્ય કેમિકલ્સ જેવા ઘરગથ્થુ નુસખાનો ઉપયોગ નહીં કરવો જોઇએ કારણ કે, એનાથી ત્વચામાં બળતરા થઈ શકે છે અને પિગમેન્ટેશન અથવા નિશાન વધારે ખરાબ થઈ શકે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો : બપોરે જમ્યા પછી આળસ અને ઊંઘ આવે છે? ડાયટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ, આખો દિવસ રહેશો એનર્જેટિક

આ પણ વાંચો : Dark Circle દૂર કરવા અપનાવો આ Tips, પુરુષ કે મહિલા કરી શકશે આ ઉપચાર

આ પણ વાંચો : ચહેરા પર અચાનક ઉપસી આવેલા ખીલથી છો પરેશાન? નેચરલ ગ્લો માટે અજમાવો આ 3 અસરકારક પાંદડાં