Not Set/ પરેલ વિસ્તારના બિલ્ડીંગમાં 12 માળે લાગી ભીષણ આગ, 4 લોકોના મોત, ફાયર ફાઇટરની 10 ટીમો ઘટના સ્થળે

મુંબઈ, મુંબઈના પરેલના વિસ્તારમાં કિસ્ટલ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવયો છે. તો 14 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બિલ્ડીંગમાં ભારે દોડ ધામ મચી ગઈ હતી. #UPDATE: The Level-2 fire that broke out in Crystal Tower near Hindmata Cinema in Parel […]

Top Stories India Trending

મુંબઈ,

મુંબઈના પરેલના વિસ્તારમાં કિસ્ટલ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવયો છે. તો 14 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બિલ્ડીંગમાં ભારે દોડ ધામ મચી ગઈ હતી.

તમને જણાવીએ કે ક્રિસ્ટલ ટાવર પરેલ વિસ્તારમાં આવેલું છે. જે પ્રખ્યાત હિંદમાતા સિનેમાની પાસે આવેલું છે. જે લોકો ટાવરમાં ફસાયેલા છે તેમને ક્રેન દ્વારા નીકાળવામાં આવશે. આ ઘટનામાં હજી સુધી 14 જેટલા લોકો ઘાયલ થયા છે. દરેકને કેઇએમ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે કિસ્ટલ બિલ્ડીંગમાં 12 માળે આગ લાગતા કેટલાય લોકો બિલ્ડીંગમાં ઉપરના માળે ફસાયા છે…..આગને કાબૂમાં લેવા ફાયર ફાયટરની 10 થી વધુ ગાડીઓ બોલાવવામાં આવી છે. હાલ તો ફાયર ફાયટરની ટીમો દ્વારા લોકોનું રેસક્યુ કરવામાં આવી રહ્યું છે.