India vs West indies/ ગિલે સદી ફટકારી રોહિત શર્મા અને કોહલીના રેકોર્ડ તોડ્યા

કેપ્ટન પદે આવ્યા પછી તો શુબમન ગિલ જબરદસ્ત ફોર્મમાં આવી ગયો છે. તેણે વિન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારવા દરમિયાન કેપ્ટન તરીકે પાંચમી સદી ફટકારી હતી અને પોતાની કારકિર્દીની 10મી સદી પૂરી કરી હતી.

Top Stories Breaking News Sports

નવી દિલ્હીઃ કેપ્ટન પદે આવ્યા પછી તો શુબમન ગિલ જબરદસ્ત ફોર્મમાં આવી ગયો છે. તેણે વિન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં સદી ફટકારવા દરમિયાન કેપ્ટન તરીકે પાંચમી સદી ફટકારી હતી અને પોતાની કારકિર્દીની 10મી સદી પૂરી કરી હતી. શુબમને 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 176 બોલમાં તેની સદી પૂરી કરી હતી.

શુબમન ગિલની કેપ્ટન તરીકે 12 ઇનિંગ્સમાં આ પાંચમી સદી છે. તેનાથી ઓછી ઇનિંગ્સમાં ફક્ત એલિસ્ટર કૂકે ફક્ત નવ અને સુનીલ ગાવસ્કરે દસ ઇનિંગ્સમાં સદી ફટકારી છે. શુબમન ગિલે આ પાંચેય સદી આ વર્ષે ફટકારી છે. આ કેલેન્ડર વર્ષમાં કેપ્ટન તરીકે પાંચમી સદી ફટકારનાર તે બીજો ભારતીય છે. શુબમન પહેલા વિરાટ કોહલી જ આવું કરી શક્યો હતો, વિરાટે આ સિદ્ધિ બે વખત મેળવી છે.

આ સાથે ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજો ભારતીય બની ચૂક્યો છે. તેણે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ ડબલ્યુટીસીમાં 9 સદી ફટકારી છે અને 2,716 રન કર્યા છે. ગિલે ડબલ્યુટીસીમાં 71 ઇનિંગ્સમાં 43.47ની સરેરાશે 2,826 રન બનાવ્યા છે. તેમા દસ સદી સામેલ છે. ગિલ સૌથી વધુ રન કરનાર ભારતીય બેટ્સમેન બની ચૂક્યો છે.

ગિલે આ ઇનિંગ્સ દરમિયાન ભારતીય કેપ્ટન તરીકે પણ એક હજાર રન પૂરા કર્યા. ગિલે તેમા 196 બોલનો સામનો કરતાં 129 રન કર્યા. તેમા 16 ચોગ્ગા અને બે છગ્ગા છે. ગિલનો ઘરઆંગણે આ ટોપ સ્કોર છે. આ પહેલા તેનો શ્રેષ્ઠ સ્કોર 128 રનનો હતો, જે તેણે ઓસ્ટ્રેલિયા સામે 2023માં અમદાવાદમાં કર્યો હતો. ગિલની સાથે યશસ્વી જયસ્વાલે પણ આ ટેસ્ટમાં 175 રનની ઇનિંગ્સ રમીને તેની કારકિર્દીની સાતમી સદી ફટકારી છે. કમનસીબે તે કેપ્ટન ગિલ સાથે થયેલી ગેરસમજના કારણે રનઆઉટ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  sports news/શુભમન ગિલની સમજવાની ભૂલને કારણે યશસ્વી સદી ફટકારતાં ચૂક્યો

આ પણ વાંચો:  sports news/યશસ્વી જયસ્વાલે 7મી ટેસ્ટ સદી ફટકારી, વેસ્ટ ઈન્ડિઝ સામે મોટો રેકોર્ડ બનાવ્યો

આ પણ વાંચો:  India vs Pakistan/ICC Womens World Cup 2025: ભારતે પાકિસ્તાનને 88 રને હરાવ્યું