Lifestyle News/ બપોરે જમ્યા પછી આળસ અને ઊંઘ આવે છે? ડાયટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ, આખો દિવસ રહેશો એનર્જેટિક

બપોરે જમ્યા પછી સુસ્તી કે આળસ (drowsy)આવે છે? તમારા આહારમાં છાશ, ફણગાવેલા મગ અને ફળો જેવા હેલ્ધી ખોરાકનો સમાવેશ કરીને દિવસભર એનર્જેટિક રહો.

Lifestyle Health & Fitness
Do you feel drowsy after lunch

બપોરનું ભોજન (લંચ) લીધા પછી મોટાભાગના લોકોને સુસ્તી, ગભરામણ કે ભારે ઊંઘ આવવાની ફરિયાદ હોય છે. ઓફિસ કે કામના સ્થળે આ આળસ (drowsy )ને કારણે ઉત્પાદકતા પર સીધી અસર પડે છે. આ સમસ્યાથી બચવા અને દિવસભર ઉત્સાહિત રહેવા માટે ભારે કે પ્રોસેસ્ડ ખોરાકને બદલે આહારમાં કેટલાક પૌષ્ટિક અને હળવા ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવો અત્યંત જરૂરી છે.

જમ્યા બાદ થતી આ સુસ્તી પાછળ પાચનપ્રક્રિયા અને ભારે ખોરાક મુખ્ય કારણ હોય છે. જો તમે તમારા આહારમાં થોડો બદલાવ કરશો, તો આખો દિવસ ઉર્જાવાન રહી શકશો.

બપોરના ભોજન પછી આ 5 હેલ્ધી વસ્તુઓનું કરો સેવન

તાજી છાશ: લંચ લીધા પછી એક ગ્લાસ મોળી છાશ પીવી પાચન માટે વરદાનરૂપ છે. તેમાં રહેલા પ્રોબાયોટિક્સ પેટને ઠંડક આપે છે અને એસિડિટી કે ભારેપણું દૂર કરીને તાજગી ભરે છે.

મોસમી ફળો: સફરજન, પપૈયા કે નારંગી જેવા ફળોમાં રહેલા ફાઈબર અને વિટામિન્સ શરીરને ત્વરિત એનર્જી પૂરી પાડે છે અને આળસ દૂર કરે છે.

ફણગાવેલા મગ: ફણગાવેલા મગમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે હળવા હોવાથી સહેલાઈથી પચી જાય છે અને લાંબા સમય સુધી સક્રિય રાખે છે.

ગ્રીન ટી: જમ્યાના 30 થી 40 મિનિટ પછી એક કપ ગ્રીન ટી પીવાથી શરીરમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ પાચન ઝડપી બનાવે છે અને આળસ ભગાડે છે.

શેકેલા ચણા: બપોરના સમયે હળવો નાસ્તો કરવા માટે શેકેલા ચણા શ્રેષ્ઠ વિકલ્પ છે. તે પ્રોટીનથી ભરપૂર હોવાથી સુગર લેવલ જાળવી રાખે છે.

આળસ ભગાડવા માટે અપનાવો આ લાઈફસ્ટાઈલ ટિપ્સ

બપોરે જમ્યા પછી તરત સોફા કે બેડ પર સોઈ જવાને બદલે 10 થી 15 મિનિટ માટે હળવું વૉકિંગ (ચાલવું) કરવું જોઈએ. આ સિવાય દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવું, ખોરાકને બરાબર ચાવીને ખાવો અને એકસાથે વધુ પડતું ખાવાને બદલે સંતુલિત માત્રામાં ભોજન લેવું જોઈએ.તેમજ, બપોરના ભોજનમાં વધુ પડતી મીઠાઈ, તળેલું અન્ન કે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ લેવાનું ટાળવું જોઈએ, જેથી શરીરમાં સુસ્તી ન ચડે.


આ પણ વાંચો:ચોમાસાની ભીની મોસમમાં ઘેરબેઠાં બનાવો મોંમાં પાણી લાવી દે તેવી 5 મસાલેદાર વાનગીઓ

આ પણ વાંચો:ઘર બનશે ‘નેચરલ એર ફ્રેશનર’: આ 5 મનમોહક સુગંધિત છોડથી તમારા ઘરના ખૂણે-ખૂણા મહેકી ઊઠશે

આ પણ વાંચો:ચોમાસામાં મેંદો અને ચણાનો લોટ જીવાતથી બગડી જાય છે? અજમાવો આ 3 અચૂક ઘરગથ્થુ નુસ્ખા અને રાખો લોટને એકદમ ફ્રેશ