Business News/ 917 પોઈન્ટના પ્રચંડ કડાકા બાદ સંભાળાયું શેરબજાર; સેન્સેક્સ 332 પોઈન્ટ ઘટીને 76391 પર બંધ, નિફ્ટીમાં પણ નરમ વલણ

917 પોઈન્ટના પ્રારંભિક કડાકા બાદ સેન્સેક્સ ૩૩૨ પોઈન્ટ ઘટીને બંધ રહ્યો. એશિયન બજારો (market)માં મંદી અને વૈશ્વિક તણાવ વચ્ચે ઓટો-મેટલ શેરો તૂટ્યા, જ્યારે DII ની ખરીદીથી બજાર સંભાળાયું.

Business
Know the market situation.

વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક તણાવ અને એશિયા-પેસિફિક બજારોમાં સાર્વત્રિક ધોવાણને કારણે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર (market)માં ભારે ધમાસાણ જોવા મળ્યું હતું. ટ્રેડિંગના પ્રારંભિક તબક્કામાં સેન્સેક્સ એક સમયે 916.96 પોઈન્ટના તોતિંગ કડાકા સાથે 75474.43 ની નીચલી સપાટીએ ગબડી ગયો હતો. જોકે, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવમાં ઘટાડો થતાં અને યુરોપિયન માર્કેટ્સમાં સુધારાના સંકેતો મળતાં નીચલા મથાળેથી ભારતીય બજારમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સ 331.62 પોઈન્ટના સુધારાજનક ઘટાડા સાથે 76059.77 અને નિફ્ટી 50 ઈન્ડેક્સ 102.15 પોઈન્ટ ઘટીને 23767.45 ની સપાટીએ બંધ રહ્યા હતા.

રાતા સમુદ્રમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિઓનો ફફડાટ અને એશિયન માર્કેટ્સમાં મોટા પાયે વેચવાલીના કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.04 લાખ કરોડનું ધોવાણ થતાં બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 475.69 લાખ કરોડ રહ્યું હતું.

વિવિધ સેક્ટર્સ અને શેરોમાં વધ-ઘટની સ્થિતિ

ઓટો અને મેટલ શેરોમાં કડાકો: ઓટોમોબાઈલ અને મેટલ ક્ષેત્રના શેરોમાં ફંડોની ભારે વેચવાલી જોવા મળી હતી. હીરો મોટોકોર્પ, એમ એન્ડ એમ, બજાજ ઓટો અને ટીવીએસ મોટરમાં મોટા ગાબડાં નોંધાયા હતા. આ ઉપરાંત જિંદાલ સ્ટેનલેસ, હિન્દાલ્કો અને ટાટા સ્ટીલ જેવા મેટલ શેરો પણ મંદીની ચપેટમાં રહ્યા હતા.

આઈટી અને બેંકિંગમાં નીચલા મથાળેથી લેવાલી: સતત તૂટી રહેલા આઈટી અને બેંકિંગ શેરોમાં આજે શોર્ટ કવરિંગ અને નીચલા સ્તરેથી ખરીદી નીકળતાં બજારને મોટો સપોર્ટ મળ્યો હતો. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, એક્સિસ બેંક, કોટક બેંક અને બેંક ઓફ બરોડામાં સુધારો નોંધાયો હતો.

FII ની વેચવાલી સામે DII ની મજબૂત ખરીદી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPIs/FIIs) એ કેશ સેગમેન્ટમાં રૂ. 3892.77 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 5453.55 કરોડની ચોખ્ખી ખરીદી કરીને બજારને મોટું રક્ષણ પૂરું પાડ્યું હતું.


આ પણ વાંચો :શેરબજારમાં ધબડકો,સેન્સેક્સ 364 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઈલના ભડકાથી રોકાણકારોના નાણા ધોવાયા

આ પણ વાંચો :વૈશ્વિક અર્થતંત્રમાં મહાસંકટના એંધાણ: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખકની રોકાણકારોને ચેતવણી

આ પણ વાંચો :ટ્રમ્પના ‘ટેરિફ ટેરર’ અને આંતરરાષ્ટ્રીય તણાવથી શેરબજાર ધડાકાભેર તૂટ્યું: સેન્સેક્સ 715 પોઈન્ટ ગબડ્યો