Business News/ ટ્રમ્પના ‘ટેરિફ ટેરર’ અને આંતરરાષ્ટ્રીય તણાવથી શેરબજાર ધડાકાભેર તૂટ્યું: સેન્સેક્સ 715 પોઈન્ટ ગબડ્યો

ટ્રમ્પના 100 ટકા ટેરિફની ચેતવણી અને ઈરાન-અમેરિકા સંઘર્ષ વચ્ચે ભારતીય શેરબજાર (stock market)માં કડાકો બોલાયો છે. સેન્સેક્સ 715 પોઈન્ટ અને નિફ્ટી 191 પોઈન્ટ ગબડ્યા છે, જેનાથી રોકાણકારોને 4.24 લાખ કરોડનું નુકસાન થયું છે.

Business
Major earthquake in the stock market

વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભૂરાજનૈતિક તણાવને કારણે ભારતીય શેરબજારમાં કાળો કેર વર્તાયો છે. ઈરાન-અમેરિકા વચ્ચે સતત વધી રહેલા સંઘર્ષ, ક્રૂડ ઓઈલમાં 3 થી ટકાના ઉછાળા અને ડોલર સામે ભારતીય રૂપિયાના 96.57 ના રેકોર્ડ નબળા સ્તરને કારણે ભારતીય શેરબજારમાં ભારે ધોવાણ જોવા મળ્યું છે.

તેમાંય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓગસ્ટ 2028 થી જેનરિક દવાઓ પર ૧૦૦% આકરા ટેરિફ લાદવાની ધમકી અપાતાં જ ફાર્મા અને હેલ્થકેર શેરોમાં વેચવાલીનું સુનામી આવી ગયું હતું. કારોબારના અંતે સેન્સેક્સ 715.06 પોઈન્ટ તૂટીને 76,755.05 અને નિફ્ટી 191.45 પોઈન્ટ ઘટીને 23,996.25 ના મનોવૈજ્ઞાનિક સ્તરની નીચે બંધ રહ્યા હતા. આ કડાકાને કારણે એક જ દિવસમાં રોકાણકારોની માર્કેટ કેપિટલાઈઝેશન સંપત્તિ 4.24  લાખ કરોડ ધોવાઈને 480.05 લાખ કરોડ થઈ ગઈ હતી.

 બજારમાં કડાકાના મુખ્ય પાયાના કારણો અને ક્ષેત્રવાર વિશ્લેષણ:

ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ગાબડાં (100% ટેરિફનો આંચકો)

અમેરિકામાં ભારતીય જેનરિક દવાઓ પર ટેરિફની જાહેરાત થતાં જ હેલ્થકેર ઈન્ડેક્સ 6431 પોઈન્ટ તૂટ્યો હતો.

મુખ્ય ઘટતા શેરો: બજાજ હેલ્થકેર (₹ 47), યુનિકેમ લેબ (₹58.15), માર્કસન્સ (₹19.45.), પેનેશિયા બાયો (₹34.55.), આર્તી ફાર્મા (₹31.35) અને પિરામલ ફાર્મામાં મોટો ઘટાડો નોંધાયો હતો.

બેંકિંગ અને ફાયનાન્સ ક્ષેત્રે ‘હેમરિંગ’

બેંક ઓફ જાપાન દ્વારા વ્યાજદરમાં ઝડપી વધારાના સંકેતો અને ખાનગી બેંકોમાં ભારે વેચવાલીથી બેંકેક્સ 772 પોઈન્ટ ગબડ્યો હતો.

બેંકિંગ કડાકો: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (₹18.90), આઈસીઆઈસીઆઈ બેંક (18.10), એયુ સ્મોલ ફાયનાન્સ (₹23.45) અને યુનિયન બેંકમાં નોંધપાત્ર તંદુરસ્તી બગડી હતી.

આઈટી અને સોફ્ટવેર સેક્ટરમાં નવો કડાકો

OpenAI ની સિસ્ટમ હેકિંગના વૈશ્વિક અહેવાલો અને આંતરરાષ્ટ્રીય આઈટી શેરોમાં નરમાઈને કારણે ભારતીય ટેક શેરો તૂટ્યા હતા.

આઈટી સેક્ટરના ઘટાડા: ઓરેકલ ફિનસર્વ (₹780.10), એમ્ફેસીસ (₹104.10), પર્સિસ્ટન્ટ (₹134.05) અને જેનેસીસ ઈન્ટરનેશનલ (₹23.30) તૂટ્યા હતા.

 ક્રૂડ ઓઈલનો ભડકો અને ઓઈલ-ગેસ શેરો પર અસર

હુથી વિદ્રોહીઓ દ્વારા નૌકાદળના માર્ગો રોકવાની ધમકીથી ક્રૂડના ભાવ વધતાં રિલાયન્સ (₹14.80), એચપીસીએલ (₹11.75) અને અદાણી ટોટલ ગેસ જેવા શેરો ઘટીને બંધ રહ્યા હતા.


આ પણ વાંચો : સોના-ચાંદીના ભાવમાં મસમોટો ઉછાળો, ક્રૂડ પણ 90 ડોલરને પાર

આ પણ વાંચો :ડિજિટલ ગોલ્ડમાં રોકાણકારોનો પ્રચંડ ક્રેઝ: પ્રથમ છ મહિનામાં વેચાણમાં ૩ ગણો ઉછાળો

આ પણ વાંચો :ચાલુ નાણાકીય વર્ષમાં LPG સબસિડી બિલ 1 લાખ કરોડને પાર થવાની આશંકા