ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીસે ભારતીય અર્થતંત્રની ગાડી પાટા પર ફરી રહ્યાનો સંકેત આપ્યો છે. તેણે ભારતનું સૉવ્રિન રેટિંગ નેગેટિવમાંથી સ્ટેબલ કર્યું છે. મૂડીસ ઇન્વેસ્ટર્સ સર્વિસે દેશની ફોરેન કરન્સી અને લોકલ કરન્સી લોન્ગ ટર્મ જારીકર્તા રેટિંગ તથા બીએએ3 પર લોકલ કરન્સી સોવરેન અનસિક્યોર્ડ રેટિંગની પુષ્ટિ કરી.
ભારતનું આઉટલુક સ્ટેબલ કરવાના મૂડીસના નિર્ણયથી સ્પષ્ટ છે કે વાસ્તવિક અર્થતંત્ર અને નાણાકીય પ્રણાલી વચ્ચે નેગેટિવ ફિડબેકથી ડાઉનસાઇડ રિસ્ક ઘટી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મૂડીસ ઇન્વેસ્ટર્સ સર્વિસે ગત વર્ષે ભારતનું સૉવ્રિન રેટિંગ બીએએ3થી ઘટાડીને બીએએ3 કરી દીધું હતું. ત્યારે એજન્સીએ કહ્યું હતું કે ઓછા વિકાસના લંબાઇ રહેલા સમયગાળા અને રેવન્યૂની બગડતી સ્થિતિના જોખમો ઘટાડવા માટે નીતિઓ લાગુ કરવામાં પડકારો ઊભા થશે.
