વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ભારતીય ઝવેરી બજારમાં આજે સોના અને ચાંદી (gold-silver)ના ભાવમાં પ્રચંડ તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતી ધાતુઓના ભાવ વધીને રુચિકર સપાટીએ પહોંચતા સ્થાનિક સ્તરે આયાત પડતર (ઈમ્પોર્ટ કોસ્ટ) મોંઘી થઈ છે, જેના કારણે ઘરઆંગણે ચાંદી રૂ. 3,000 સુધી ઉછળી છે. બીજી તરફ, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ પણ ફરી ભડકે બળ્યા છે.
સોનું $4,080 ને પાર, ચાંદીમાં કિલોદીઠ રૂ. 3,000 નો ધડાકો
આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘસારો દર્શાવતા અને ક્રૂડના ભાવ વધતા ફંડ હાઉસિસ દ્વારા સોનામાં ભારે લેવાલી નીકળી હતી. વૈશ્વિક બજારમાં સોનું વધીને $4,084 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. આ વૈશ્વિક તેજીના પગલે અમદાવાદ ઝવેરી બજારમાં:
સોનું (99.9): 10 ગ્રામદીઠ રૂ. 1,000 ના ઉછાળા સાથે રૂ. 1,48,000 ની સપાટીએ પહોંચ્યું.
ચાંદી: કિલોદીઠ રૂ. 3,000 ના જંગી વધારા સાથે રૂ. 2,25,000 પર બંધ રહી.
ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ $90 ને પાર
મિડલ ઈસ્ટમાં વધતા જીઓપોલિટિકલ તણાવ અને હોર્મુઝ રૂટ પર સર્જાયેલી અસ્થિરતાના કારણે ક્રૂડ ઓઈલ માર્કેટમાં પણ તેજીનો આંચકો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $90.88 સુધી ઉછળ્યા હતા. ચીનમાં ક્રૂડની દૈનિક આયાતમાં 50 લાખ બેરલ્સનો ઘટાડો નોંધાવા છતાં ઈરાન સાથેના ઘર્ષણે ક્રૂડ બજારને ગરમ રાખ્યું છે.
મુંબઈ ઝવેરી બજારની સ્થિતિ: મુંબઈમાં પણ જીએસટી વગર 999 ટચ સોનું વધીને રૂ. 1,43,137 (10 ગ્રામ) અને ચાંદી રૂ. 2,23,204 (કિલો) ના સ્તરે પહોંચી હતી.
આ પણ વાંચો :ડિજિટલ ગોલ્ડમાં રોકાણકારોનો પ્રચંડ ક્રેઝ: પ્રથમ છ મહિનામાં વેચાણમાં ૩ ગણો ઉછાળો
આ પણ વાંચો :કાગળની નોટોના જમાનાનો આવશે અંત?, પ્લાસ્ટિક કરન્સી લાવવા રિઝર્વ બેન્ક એક્શન મોડમાં
