Business News/ ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ચમકારો: જૂનમાં નિકાસ 26 % ઉછળી, રૂ. 21,000 કરોડને પાર

પશ્ચિમ એશિયાના તણાવ અને ટેરિફના પડકારો વચ્ચે જૂન મહિનામાં ભારતીય જેમ્સ અને જ્વેલરી (gems and jewellery)ઉદ્યોગે મજબૂત રિકવરી કરી છે. દેશમાંથી જ્વેલરીની કુલ નિકાસ 26.5% વધીને રૂ. 21,010 કરોડ નોંધાઈ છે.

Trending Business
Massive 26% surge in gems and jewellery exports.

અમેરિકાના ટેરિફ અને પશ્ચિમ એશિયાના યુદ્ધના તણાવ વચ્ચે લાંબા સમયથી સંકટનો સામનો કરી રહેલા દેશના જેમ્સ એન્ડ જ્વેલરી (gems and jewellery)સેક્ટર માટે જૂન મહિનો આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. વૈશ્વિક બજારમાં સ્થિરતા આવતા જ વિદેશી ખરીદદારો તરફથી ભારતીય ઘરેણાંની જોરદાર માંગ નીકળી છે. જૂન માસમાં ભારતમાંથી કટ-પોલિશ્ડ ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ વાર્ષિક ધોરણે 26.50% વધીને રૂ. 21,010.78 કરોડ ($2.21 અબજ) નોંધાઈ છે.

સોનાના ઘરેણાંની આયાત-નિકાસમાં 54% નો વિસ્ફોટક વધારો

જૂન મહિનામાં સોનાની જ્વેલરીની નિકાસમાં અદ્ભુત વૃદ્ધિ જોવા મળી છે. ગત વર્ષે જૂન 2025માં રૂ. 6,047.43 કરોડ સામે આ વર્ષે જૂનમાં સોનાની જ્વેલરીની કુલ નિકાસ 54% ના જંગી ઉછાળા સાથે રૂ. 10,330.51 કરોડ ($1.08 અબજ) સુધી પહોંચી ગઈ છે.

હીરા જડીત ગોલ્ડ જ્વેલરી: જૂનમાં 85% નો મસમોટો વધારો નોંધાવી રૂ. 6,019 કરોડ પર પહોંચી છે.

પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન): હીરા જડીત જ્વેલરીની કુલ નિકાસ 20% વધીને રૂ. 15,652.50 કરોડ નોંધાઈ છે.

કટ-પોલિશ્ડ ડાયમંડ અને સિક્કાઓમાં વિદેશી રોકાણકારોનો ભરોસો

સોના અને ચાંદીના ભાવ ઓલ-ટાઈમ હાઈ સપાટીથી 40 થી 45 ટકા જેટલા નીચે આવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે નીચા ભાવનો લાભ લેવા ખરીદી વધી છે. ફુગાવા સામે સોનાને સુરક્ષિત રોકાણ માની વિદેશી રોકાણકારોએ ભારે લેવાલી કરી છે.

બજાર નિષ્ણાતોનું તારણ: ભારતીય રૂપિયામાં આવેલી નબળાઈ અને અમેરિકા-યુરોપની આર્થિક સ્થિરતાના કારણે નિકાસ મૂલ્યમાં મજબૂત સુધારો નોંધાયો છે.


આ પણ વાંચો :સોના-ચાંદીના ભાવમાં મસમોટો ઉછાળો, ક્રૂડ પણ 90 ડોલરને પાર

આ પણ વાંચો :ડિજિટલ ગોલ્ડમાં રોકાણકારોનો પ્રચંડ ક્રેઝ: પ્રથમ છ મહિનામાં વેચાણમાં ૩ ગણો ઉછાળો

આ પણ વાંચો :કાગળની નોટોના જમાનાનો આવશે અંત?, પ્લાસ્ટિક કરન્સી લાવવા રિઝર્વ બેન્ક એક્શન મોડમાં