airline/ આનંદે !! ડોમેસ્ટીક એરલાઇન્સને 70 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની છૂટ

ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા સંચાલિત થનારી ઘરેલું ઉડાનોની સંખ્યાની 60 ટકાથી વધારીને 70 ટકા કરવામાં આવી છે. કેન્દ્રીય વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી હતી.

Business

ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા સંચાલિત થનારી ઘરેલું ઉડાનોની સંખ્યાની 60 ટકાથી વધારીને 70 ટકા કરવામાં આવી છે. કેન્દ્રીય વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી હતી. મંત્રાલયે પૂર્વે, બે સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે,  હાલના કોરોના વાયરસ મહામારીને કારણે ભારતીય એરલાઇન્ટ વધુમાં વધુ 60 ટકાનું યાત્રી સાથે ઘરેલું ઉડાનનું સંચાલન કરી શકશે. જો કે, 29 ઓક્ટોબરે તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે 60 ટકાની મર્યાદા 24 ફેબ્રુઆરી 2021 કે આગામી આદેશ સુધી રહેશે.

બુધવારે કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે, ઘરેલું ઉડાનો 25 મેએ 30 હજાર યાત્રીકોની સાથે શરૂ થઈ, જે હવે 8 નવેમ્બર 2020ના 2.06 લાખ પર પહોંચી ગયા છે. આ સાથે તેમણે કહ્યું કે, મંત્રાલય હવે ઘરેલું ઉડાનોમાં પેસેન્જરની સંખ્યા 60 ટકાથી વધારીને 70 ટકા કરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વિદેશી ઉડાનો વિશે જણાવ્યુ હતુ કે, કેટલાક દેશોએ અત્યાર સુધી ભારતીયોના પ્રવાસી પ્રવેશ પર પ્રતિબંધ હટાવ્યો નથી અને કેન્દ્ર સરકાર આ દેશો દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ ઉડાન સેવા શરૂ કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધ લગાવનાર દેશોમાં સાઉદી અરબ પણ સામલે છે, જેણે કોરોના સંક્રમણ મહામારીને કારણે વિમાન કંપનીને ભારતથી યાત્રીકોને લાવવાની મંજૂરી આપી નથી.