Stock Market/ શેરબજારમાં આજે મિશ્ર શરૂઆત બાદ આઈટી શેરોનો સપોર્ટ મળતા બજાર તેજી સાથે બંધ થયું

શેરબજારમાં આજે મિશ્ર શરૂઆત બાદ દિવસભર સારો ઉછાળો જોવા મળ્યો. આજે મંગળવારના દિવસે બજાર રેડ નિશાન સાથે ખુલ્યા બાદ નીચલા સ્તરે ખરીદી પરત ફર્યા બાદ બજાર જોરદાર તેજી સાથે પરત ફર્યું હતું.

Top Stories Business

શેરબજારમાં આજે મિશ્ર શરૂઆત બાદ દિવસભર સારો ઉછાળો જોવા મળ્યો. આજે મંગળવારના દિવસે બજાર રેડ નિશાન સાથે ખુલ્યા બાદ નીચલા સ્તરે ખરીદી પરત ફર્યા બાદ બજાર જોરદાર ગતિ સાથે પરત ફર્યું હતું. ઓટો અને આઈટી શેરોના નેતૃત્વમાં બજારમાં આ ઉછાળો પાછો ફર્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 305 પોઈન્ટના ઉછાળા સાથે 73,000 પોઈન્ટ ઉપર 73,095 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 72 પોઈન્ટના ઉછાળા સાથે 22,193 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા હેલ્થકેર, બેન્કિંગ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને મીડિયા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડકેપ શેરોમાં વેચવાલીથી નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ નીચે બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ શેરોમાં ખરીદારીથી સ્મોલકેપ ઇન્ડેક્સ વધીને બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 7 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 29 શૅર લાભ સાથે અને 21 ઘટાડા સાથે બંધ થયા હતા.

ભારતીય બજાર મંગળવારના સત્રમાં વધારા સાથે બંધ થયું હતું જ્યારે માર્કેટ કેપમાં પાછલા સત્રની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 391.97 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 392.05 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની મિલકતમાં રૂ. 8000 કરોડનું નુકસાન થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Politics/પૂર્વ સાંસદ નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ સાથે કર્યા કેસરિયા

આ પણ વાંચો: AMC/અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે 64 અધિકારીઓને નોટિસ પાઠવી

આ પણ વાંચો: RajyaSabha Elections/રાજ્યસભા ચૂંટણીમાં આજે મોટો ખેલ થવાની આશંકા, દેશના 3 રાજ્યોમાં 15 બેઠકો પર થશે મતદાન

આ પણ વાંચો: Mission Gaganyan/પીએમ મોદીએ મિશન ગગનયાનના મહારથીઓને અભિનંદન પાઠવ્યા