RajyaSabha Elections/ રાજ્યસભા ચૂંટણીમાં આજે મોટો ખેલ થવાની આશંકા, દેશના 3 રાજ્યોમાં 15 બેઠકો પર થશે મતદાન

રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ પછી સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, જ્યારે રાત્રે પરિણામ આવવાની આશા છે.

Top Stories India Politics
YouTube Thumbnail 2024 02 27T140128.343 રાજ્યસભા ચૂંટણીમાં આજે મોટો ખેલ થવાની આશંકા, દેશના 3 રાજ્યોમાં 15 બેઠકો પર થશે મતદાન

દેશના 3 રાજ્યોમાં આજે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન થશે. છેલ્લા ઘણા દિવસોથી 3 રાજ્યોની 15 સીટો પર  રાજ્યસભા ચૂંટણીને લઈને અફવાનું બજાર ગરમ રહ્યું. આજે આ તમામ અફવાઓનો અંત આવવા જઈ રહ્યો છે. આજે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ સહિતના કર્ણાટક રાજ્યની બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક પર થયેલ મતદાનમાં ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે. રાજ્યસભા ચૂંટણીને લઈને આજે તમામ રાજ્યોમાં ક્રોસ વોટિંગ થયાના મીડિયામાં અહેવાલો સામે આવ્યા છે. કેટલાક ઉમેદવારોએ ક્રોસ વોટિંગ કરી ચૂંટણીમાં મોટો ખેલ પાડ્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

મતદાન શરૂ

રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ પછી સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, જ્યારે રાત્રે પરિણામ આવવાની આશા છે. વાસ્તવમાં 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી છે. તેમાંથી 12 રાજ્યોની 41 રાજ્યસભા બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

ઉત્તરપ્રદેશમાં સપાને મોટો ઝટકો

રાજ્યસભાની ચૂંટણીના મતદાન વચ્ચે, ઉત્તરપ્રદેશમાં સપાને સતત મોટા આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.  ઉત્તરપ્રદેશમાં સપાના 7 ધારાસભ્યોએ પક્ષ બદલ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. તાજેતરનો મામલો બદાઉનથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય આશુતોષ મૌર્યનો છે, જેમણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે. આ પહેલા હાંડિયાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય હાકિમ ચંદ્ર બિંદે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. આ સિવાય સમાજવાદી પાર્ટીના 5 ધારાસભ્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. જેમાં અભય સિંહ, રાકેશ સિંહ, રાકેશ પાંડે, વિનોદ ચતુર્વેદી, મનોજ પાંડેના નામ સામેલ છે. એટલે કે અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના 7 ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. જ્યારે પલ્લવી પટેલે પોતાના ક્રોસ વોટિંગના સમાચારને સખત રીતે નકારી કાઢતા સમાજવાદી પાર્ટીના ઉમેદવારને જ મત આપ્યો હોવાની માહિતી આપી. તેમણે કહ્યું કે અખિલેશ યાદવ સાથે તેમનો કોઈ અણબનાવ નથી. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય હકિમ ચંદ્ર બિંદનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, ‘મેં સપાને મત આપ્યો છે. હું સપાનો ધારાસભ્ય છું અને અખિલેશની સાથે છું. મેં ખુલ્લેઆમ અને દેખીતી રીતે મતદાન કર્યું છે. ક્રોસ વોટિંગ થવા મામલે સપા પ્રમુખ અખિલેશ યાદવે કાર્યવાહીની વાત કરી છે. અખિલેશે કહ્યું કે આ નેતાઓને મજબૂત માનવામાં આવતા હતા, પરંતુ તેઓ એવા ના નીકળ્યા. સપાના 7 ધારાસભ્યો ઉપરાંત બદાઉના સપા ધારાસભ્ય આશુતોષ મૌર્ય એ પણ ભાજપને સમર્થન આપ્યું છે.

આરએલડીનો દાવો

આરએલડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે તમામ 9 ધારાસભ્યોએ એકસાથે અને સર્વસંમતિથી ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર સંજય સેઠને મત આપ્યો છે. પાર્ટીએ કહ્યું, ‘રાષ્ટ્રીય લોકદળનો મત ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓના પક્ષમાં છે. દરેક મત ભારત રત્ન ચૌધરી ચરણ સિંહના વિચારોથી પ્રભાવિત અને પ્રેરિત છે. દેશની મૂળ ભાવના, ચૌધરી સાહેબના આદર્શો, ધોરણો અને તેમના સપનાઓને દ્રઢપણે સમર્થન આપનારા તમામ ધારાસભ્યોનો આભાર. દરમિયાન, અભય સિંહ અને મનોજ પાંડે વિધાનસભામાં મુખ્યમંત્રી યોગીની ચેમ્બરમાં મુખ્યમંત્રીને મળ્યા હતા.અપના દળ (એસ)ના આશિષ પટેલ તેમના તમામ ધારાસભ્યો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. આશિષ પટેલે મોટો દાવો કરતા કહ્યું કે આ વખતે વોટિંગ દરમિયાન મોટો ખેલ થવાનો છે. ડબલ ફિંગરમાં ક્રોસ વોટિંગ થશે. એટલે કે ઓછામાં ઓછા 10 ધારાસભ્યો ક્રોસ વોટ કરશે. જોકે, તેમણે પલ્લવી પટેલ અને અખિલેશ યાદવના મુદ્દે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

હિમાચલ પ્રદેશમાં પણ થયું ક્રોસ વોટિંગ

ત્રણ રાજ્યોમાં ચાલી રહેલી રાજ્યસભાની ચૂંટણી વચ્ચે હિમાચલ પ્રદેશમાં ભારે હલચલ મચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 68 માંથી 67 મત પડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આમાંથી 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. યુપીમાં ચાલી રહેલી રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સપા ધારાસભ્ય હકિમ ચંદ્ર બિંદનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, ‘મેં સપાને મત આપ્યો છે. હું સમાજવાદી પાર્ટીનો ધારાસભ્ય છું અને અખિલેશની સાથે છું. મેં ખુલ્લેઆમ અને દેખીતી રીતે મતદાન કર્યું છે. રાજ્યસભા ચૂંટણી પર હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુનું નિવેદન આવ્યું છે. સુખુએ કહ્યું, અમારા તમામ ધારાસભ્યોએ ચૂંટણી માટે મતદાન કર્યું છે. હું આશા રાખું છું કે આ બધાએ પાર્ટીની વિચારધારા પર મત આપ્યો હશે. પરિણામ જાહેર થયા બાદ જ કંઈક કહી શકાશે. ભાજપમાં વિવેક નામની કોઈ વસ્તુ નથી.

કર્ણાટકમાં ભાજપ સાથે જ થયો ખેલ

રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે. યુપી પછી, જ્યારે હિમાચલ પ્રદેશમાંથી ક્રોસ વોટિંગના અહેવાલો છે, ત્યારે હવે કર્ણાટકમાં પણ ક્રોસ વોટિંગ થયું છે. કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીના મતદાનમાં ભાજપ સાથે જ ખેલ થઈ ગયો છે. ભાજપના એક ધારાસભ્યે કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું છે. કર્ણાટક વિધાનસભામાં બીજેપીના મુખ્ય દંડક ડોડનાગૌડા જી. પાટીલ કહે છે, “એ વાતની પુષ્ટિ થઈ છે કે એસટી સોમશેખરે ક્રોસ વોટિંગ કર્યું છે. અમે ચર્ચા કરી રહ્યા છીએ કે શું કરી શકાય અને શું પગલાં લેવા જોઈએ. હાલમાં રાજ્યસભા ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ગયું છે આજે ક્રોસ વોટિંગ થતા રાજકીય પરિપ્રેક્ષ્ય માટે આજનો  દિવસ ઐતિહાસિક બની રહેશે. સાંજ સુધી મતદાન ચાલુ રહેશે અને રાત્રે પરિણામો ઘોષિત કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો