maldives/ માલદીવમાંથી ભારતીય સૈનિકોની વાપસી શરૂ

મોહમ્મદ મોઇઝ્ઝુ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી તેઓ સતત કહી રહ્યા છે કે ત્રણ દાયકાથી વધુ સમયથી તૈનાત ભારતીય સેનાને માલદીવથી ભારત પરત બોલાવવામાં આવે. ચીન સમર્થક મોહમ્મદ મોઇઝુએ પણ આ માટે સમય આપ્યો હતો. હવે તેનો અમલ શરૂ થયો છે.

Top Stories World
Beginners guide to 42 1 માલદીવમાંથી ભારતીય સૈનિકોની વાપસી શરૂ

માલેઃ મોહમ્મદ મોઇઝ્ઝુ (Mohammad Moizzu) માલદીવના રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી તેઓ સતત કહી રહ્યા છે કે ત્રણ દાયકાથી વધુ સમયથી તૈનાત ભારતીય સેનાને માલદીવથી ભારત પરત બોલાવવામાં આવે. ચીન સમર્થક મોહમ્મદ મોઇઝુએ પણ આ માટે સમય આપ્યો હતો. હવે તેનો અમલ શરૂ થયો છે. માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોનું સ્વદેશાગમન શરૂ થઈ ગયું છે. ભારતીય સૈનિકોને બદલવા માટે બીજી ટીમ ત્યાં પહોંચી રહી છે. આ સ્પેશિયલ ટેકનિકલ ટીમની પ્રથમ બેચ માલદીવની રાજધાની માલે પહોંચી હતી.

માલદીવના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારતીય સૈન્ય કર્મચારીઓને બદલે હવે ટેકનિકલ ટીમના કર્મચારીઓને દેશમાં ભારતીય સંપત્તિઓ પર તૈનાત કરવામાં આવશે. આ કર્મચારીઓ ભારત દ્વારા આપવામાં આવેલા હેલિકોપ્ટરનું સંચાલન કરશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતને તેના સશસ્ત્ર દળોને ભારત પાછા બોલાવવા કહ્યું હતું. આટલું જ નહીં, તેમણે ‘ઇન્ડિયા આઉટ’ ના નારા પર ચૂંટણી પણ લડી હતી. મોઇજ્જુએ ભારતને ભારતમાંથી સશસ્ત્ર દળો પાછી ખેંચી લેવા અને તેમની જગ્યાએ નાગરિક ટેકનિકલ ટીમો મોકલવા કહ્યું હતું. હવે તેમની સૂચના પર આ કામ થઈ રહ્યું છે.

ભારતીય ટેકનિકલ ટીમ માલે પહોંચી

માલદીવના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં સીનુ ગાન (અડ્ડુ શહેર)માં તૈનાત ભારતીય સૈનિકોની જગ્યાએ હેલિકોપ્ટરનું સંચાલન કરતી નાગરિક ટીમ સોમવારે સાંજે માલદીવ પહોંચી ગઈ છે. એરપોર્ટ પર હાજર ભારતીય સૈન્ય કર્મચારીઓએ મંગળવારે વહેલી સવારે નાગરિકોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. માલદીવના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે લામુ ગન કાધાધુ એર બેઝ પર તૈનાત હેલિકોપ્ટરને જાળવણી માટે ભારત પરત કરવામાં આવશે અને એક રિપ્લેસમેન્ટ હેલિકોપ્ટર બુધવારે ભારતીય યુદ્ધ જહાજ પર આવશે.

બંને દેશો વચ્ચે સૈન્ય જવાનોને પાછા ખેંચવાનો મામલો નક્કી થયો હતો. હાલમાં 70 થી 80 ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં મુખ્યત્વે બે ભારતીય હેલિકોપ્ટર અને એક વિમાન ચલાવવા માટે છે. તેઓએ ઘણા તબીબી કટોકટી અને માનવતાવાદી મિશન હાથ ધર્યા છે. માલદીવના વિદેશ મંત્રાલયે 2 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ભારત અને માલદીવ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કહ્યું હતું કે ભારત 10 મે સુધીમાં માલદીવમાં ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મનું સંચાલન કરતા તેના સૈન્ય કર્મચારીઓની બદલી કરશે. તે અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ