વિરાટ કોહલીની 71મી આંતરરાષ્ટ્રીય સદીની મદદથી ભારતે એશિયા કપ 2022ની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમને ઓપનરોએ જોરદાર શરૂઆત આપી હતી.
વિરાટ કોહલી અને કેએલ રાહુલે પ્રથમ વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ 41 બોલમાં 62 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં રાહુલની આ પ્રથમ ફિફ્ટી છે. આ પછી ક્રિઝ પર આવેલા સૂર્યકુમાર યાદવે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ બીજા જ બોલ પર તે ક્લીન બોલ્ડ થયો હતો.
સૂર્યકુમારે 6 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 61 બોલમાં 12 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 122 રન બનાવીને અણનમ રહ્યો હતો. પંતે 16 બોલમાં 20 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદે બે વિકેટ ઝડપી હતી.