Dwarka News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યુ છે. દ્વારકા ધામને મુખ્ય દ્વારકા સાથે જોડનાર ઓખા બેટ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને પૂજાવિધિ કરી હતી.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi at Sudarshan Setu, country’s longest cable-stayed bridge of around 2.32 km, connecting Okha mainland and Beyt Dwarka. pic.twitter.com/uLPn4EYnFM
— ANI (@ANI) February 25, 2024
રૂપિયા 978 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો 2.5 કિલોમીટર લાંબો આ પુલ દ્વારકાધીશ મંદિરે જનારા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો માટે મોટો લાભ આપતો બનશે. દરિયા કિનારે જે લોકો પાંચ કલાકમાં રસ્તો કાપતા હતા તે હવે માત્ર 3 કલાકમાં જ પૂરો કરી શકશે.
પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી…
કેન્દ્ર સરકારે ધાર્મિક મહત્વ ધરાવતી બેટ દ્વારકાને જોડવા વિશાળ પુલનું નિર્માણ કરવા 2017થી જ તેની શરૂઆત કરી દેવામાં આવી હતી. ઓખાથી બેટ દ્વારકા સુધીનો પુલ પહેલા ફક્ત દ્વારકા જવા હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે ઘણો સમય માગી લેતો હતો.
દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ
આ બ્રિજની ડિઝાઈન ઘણી સુંદર છે. બંને બાજુએ દીવાલો પર ભગવદ ગીતાના અસંખ્ય શ્લોક લખવામાં આવ્યા છે. સાથે જ બંને બાજુ ભગવાન શ્રીકૃષ્ણના સુંદર ચિત્રો દોરવામાં આવ્યા છે. આ હવે દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ બની ગયો છે. ફૂટપાથના ઉપના ભાગે સોલાર પેનલ લાગાડવામાં આવ્યા છે. જે એક મેગાવોટ વીજળી પેદા કરવામાં સક્ષમ હશે.
આ પછી બપોરે 3.30 વાગ્યે પીએમ મોદી AIIMS રાજકોટ પહોંચશે. ત્યાંથી તેઓ સાંજે 4:30 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રૂપિયા 48,100 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી દ્વારકા પહોંચ્યા, દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…
આ પણ વાંચો:અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ