Gujarat News: જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલા મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝહરીને હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો એક વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે. જો રિટ પિટિશન(Writ Petittion) દ્વારા તેને હાઈકોર્ટમાંથી મુક્તિ મળે તો પણ ઓછામાં ઓછા છ થી સાત મહિના લાગી શકે છે. અઝહરીના ભડકાઉ ભાષણ વાયરલ થયા બાદ તેમજ વિવાદ સર્જાયા બાદ જૂનાગઢમાં કેસ નોંધાયો હતો.
PASA કાયદો
જૂનાગઢ પોલીસે કલેક્ટરના આદેશથી મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે PASA (ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) કાર્યવાહી કરી છે. આ કાયદો વહીવટીતંત્રને જાહેર સલામતી જાળવવા માટે બૂટલેગરો, ડ્રગ્સનો વેપાર કરતા આરોપીઓ, અનૈતિક વેપારના ગુનેગારો અને મિલકત હડપ કરનારાઓને કસ્ટડીમાં લેવાની મંજૂરી આપે છે. આ પછી પણ મુફ્તીની ફરી અટકાયત કરવામાં આવી છે. હવે મૌલાના અઝહરીને વડોદરા જેલમાં રાખવામાં આવશે. જ્યાં PASAમાં આરોપીઓ સામે FIR નોંધાયેલી છે. મૌલાના મુફ્તી સામે PASAનો આદેશ એક વર્ષ માટે છે.
PASA કરવામાં આવ્યા બાદ આરોપીઓને મુક્ત કરવામાં ઓછામાં ઓછા છ થી સાત મહિનાનો સમય લાગે છે. PASAની કાર્યવાહી કર્યા પછી આરોપીએ આગામી બાર દિવસમાં PASA લાદતા અધિકારીને તેની અરજી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ ગૃહ વિભાગ ઈચ્છે તો PASAના આદેશને રદ કરી શકે છે. જો આમ ન થાય તો PASA હેઠળ અટકાયતમાંથી મુક્ત થવાનો બીજો રસ્તો 45 દિવસ પછી આવે છે. જો આરોપી ઈચ્છે તો તે PASA એડવાઈઝરી બોર્ડ (PAB) સમક્ષ હાજર થઈ શકે છે અને મુક્તિ માટે વિનંતી કરી શકે છે.
સામાન્ય રીતે બહુ ઓછા આરોપીઓને આ બે વિકલ્પોમાં રાહત મળતી હોય છે. જો સંબંધિત અધિકારી અને ગૃહ વિભાગ તરફથી રાહત ન મળે તો છેલ્લો વિકલ્પ હાઈકોર્ટ છે. હાઈકોર્ટમાં PASAના અગણિત કેસ છે. અહીં રિટ પિટિશન દાખલ કરવાની હોય છે. જો હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો સલમાન અઝહરીને 12 મહિના જેલમાં રહેવું પડી શકે છે. ગુજરાતમાં પોતાના ભડકાઉ ભાષણ બાદ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીને લાંબો સમય જેલમાં રહેવું પડી શકે છે.
આ પણ વાંચો:અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ
આ પણ વાંચો:આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના
આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ