Rajkot/ શિવાનંદ હોસ્પિટલમાં આગનું કારણ હજુ અસ્પષ્ટ, એફ.એસ.એલનો સંપૂર્ણ રિપોર્ટ બે દિવસ બાદ આવશે

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતાં પાંચ વ્યક્તિઓ જીવતા ભૂંજાઈ ગયા હતા સેક્સ તેમજ અન્ય દર્દીઓ સામાન્ય દાઝ્યા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.

Top Stories Gujarat Rajkot
a 259 શિવાનંદ હોસ્પિટલમાં આગનું કારણ હજુ અસ્પષ્ટ, એફ.એસ.એલનો સંપૂર્ણ રિપોર્ટ બે દિવસ બાદ આવશે

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતાં પાંચ વ્યક્તિઓ જીવતા ભૂંજાઈ ગયા હતા સેક્સ તેમજ અન્ય દર્દીઓ સામાન્ય દાઝ્યા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.આગ લાગવાની ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓ એ કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનાના એફ.એસ.એલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી હતી. જે રિપોર્ટ બંધ કવરમાં મુખ્ય સચિવ એ.કે રાકેશને સોંપવામાં આવ્યા છે. જ્યારે કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી તેમજ આ રિપોર્ટ પણ સંપૂર્ણ હોવાનો તેમજ આખા રિપોર્ટ માટે હજુ બે દિવસ રાહ જોવી પડશે તેવું સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે.

પ્રાથમિક રિપોર્ટમાં શું છે ?

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાની તપાસ હાથ ધરવા માટે એફ.એસ.એલ તેમજ પીજીવીસીએલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી હતી. અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશે ગઈકાલે સાંજ સુધીમાં રિપોર્ટ આવે પછી જ સાચું કારણ બહાર આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ પી.જી.વી.સી.એલ તેમજ એફ.એસ.એલ.ના પ્રાથમિક રિપોર્ટનું રિપોર્ટનું કવર અધિક સચિવને સોંપી દેવામાં આવ્યું છે. જ્યારે તેમણે હજુ સુધી જાહેર કર્યું નથી કે રિપોર્ટમાં શું આવ્યું છે.પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે ઇલેક્ટ્રિકલ ઇન્શપેક્શનમાં સ્વિચ, એમ.સી.બી, એલ.સી.બી બધાજ ફીટીંગ યથા યોગ્ય હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ આ રિપોર્ટની અંદર પણ કારણ સ્પષ્ટ નથી તેવું લખવામાં આવ્યું છે અને વધુ સ્પષ્ટતા માટે એફ.એસ.એલના સંપૂર્ણ રિપોર્ટ દ્વારા જાણ થઈ શકશે.

એફ.એસ.એલનો સંપૂર્ણ રિપોર્ટ બે દિવસ પછી આવશે

બે દિવસથી રાજકોટ શહેરમાં અધિકારીઓની બેઠક અને ઘટનાસ્થળ પર તપાસના ધમધમાટ પછી પણ આગ અંગેનું કારણ બહાર આવ્યું નથી. તપાસનીસ સચિવે એકે.રાકેશના જણાવ્યા પ્રમાણે એફએસએલ રિપોર્ટમાં હજુ સુધી સ્પષ્ટ કારણ દર્શાવી શકાય એવું બહાર આવ્યું નથી. એફ.એસ.એલનો સંપૂર્ણ રિપોર્ટ બે દિવસ બાદ આવશે. પીજીવીસીએલ ના ઈન્સ્પેક્શનમાં વધુ યથાયોગ્ય હોવાનું જ બહાર આવ્યું છે. બે દિવસ બાદ તેઓ ફરીથી રાજકોટ આવશે ત્યારે કારણ જાહેર કરશે, હાલ તેઓ ગાંધીનગર પહોંચી ગયા છે.

અધિકારીઓ જવાબદારો સામે પગલા લેવા માટે મક્કમ

ઝીણામાં ઝીણી વિગતો મેળવવામાં એફ.એસ.એલ.ની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. ત્યારે રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટના આ અંગે સ્પષ્ટ કારણ બહાર આવે તે માટે અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે. તેમજ હોસ્પિટલ તરફથી નદીઓને બચાવવા માટેના થયેલા પ્રયાસો સહિતના મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. તેમ છતાં અધિકારીઓ રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલા લેવા માટે મક્કમતા દર્શાવી રહ્યા છે. અધિકારીઓની મક્કમતા સામે ઢાંકપિછોડો કરવામાં આવશે તો આગમાં ભુંજાઇ ગયેલા પાંચ મૃતકો સિવાય જાહેર જનતાનો પણ ગુસ્સો ભભૂકી શકે તેમ છે. જેથી સામાન્ય જનતાને ન્યાય મળે તે પ્રકારના પગલાં ભરવામાં આવે તો આવી આગજનીની ઘટના બીજી વખત બને નહીં તે માટે હોસ્પિટલો હરકતમાં આવી જશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…